બિહાર: બિહારના ખગરિયામાં વિચિત્ર પ્રેમની અદ્ભુત કહાની સાંભળવા અને જોવા મળી છે. આ અનોખી લવ સ્ટોરીમાં એવું બન્યું કે બે પરિણીત મહિલાઓ એકબીજાના પતિના પ્રેમમાં પડી ગઈ. અને પ્રેમ એટલો બધો ખીલ્યો કે બંનેએ લગ્ન કરી લીધા. એક કપલે સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો પણ જાહેર કર્યો છે. બંને વરરાજાએ મહિલાઓ સાથે આવેલા બાળકોને પણ દત્તક લીધા છે.
ADVERTISEMENT
2009માં યુવકના થયા હતા લગ્ન
આ સમગ્ર મામલો બે પરિવાર સાથે જોડાયેલો છે. ચૌથમ પોલીસ સ્ટેશન વિસ્તારના હરદિયા ગામના નીરજ કુમાર સિંહના લગ્ન વર્ષ 2009માં પસરાહા ગામની રૂબી દેવી સાથે થયા હતા. આ દરમિયાન નીરજને 4 બાળકો થયા. દરમિયાન રૂબી દેવીને તેના પિયરમાં એક યુવક મુકેશ કુમાર સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. મુકેશ પણ પરિણીત હતો. યોગાનુયોગ, મુકેશની પત્નીનું નામ પણ રૂબી દેવી છે.
નીરજની પત્ની મુકેશ સાથે ભાગી ગઈ હતી
આ દરમિયાન ગત વર્ષે એટલે કે 6 ફેબ્રુઆરી 2022ના રોજ નીરજની પત્ની રૂબી દેવી તેના પ્રેમી મુકેશ કુમાર સિંહ સાથે ભાગી ગઈ હતી. સાથે બે પુત્રો અને એક પુત્રીને પણ લઈ ગઈ હતી. અને બંનેએ લગ્ન કરી લીધા. દરમિયાન નીરજ સિંહ સાથે એક દીકરી રહી ગઈ હતી. પછી શું? અહીં નીરજ પણ એકલો પડી ગયો. બીજી તરફ મુકેશની પત્ની રૂબી દેવી પણ એકલી રહેવા લાગી હતી.
પછી નીરજ મુકેશની પત્નીને ભગાડી આવ્યો
આ ક્રમમાં નીરજે રૂબી દેવી (મુકેશની પત્ની)નો ફોન નંબર મેળવી લીધો. ત્યારબાદ નીરજ કુમાર સિંહ અને રૂબી દેવી વચ્ચે વાતો થવા લાગી. પછી બંનેમાં પ્રેમ પણ ખીલ્યો. પછી શું બાકી હતું? આ મહિનાની 11મી તારીખે નીરજ અને રૂબી દેવી ઘરેથી ભાગી ગયા હતા. 18 ફેબ્રુઆરીએ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. નીરજે મુકેશના બંને બાળકોને પણ દત્તક લીધા હતા. એવું કહેવાય છે કે બંને કપલ તેમના બાળકો સાથે મધ્ય પ્રદેશના અલગ-અલગ શહેરોમાં રહે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT