ICC ODI Team of The Year 2023ની જાહેરાત થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCએ રોહિત શર્માની આ વનડે ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે, જ્યારે વર્લ્ડ કપ 2023ની વિજેતા ટીમના કેપ્ટન પેટ કમિન્સને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આની પાછળનું કારણ એ છે કે તેમણે 2023માં વધારે વનડે ક્રિકેટ મેચ રમી નથી અને તેમણે એટલું સારું પ્રદર્શન પણ કર્યું નથી. આ ટીમમાં ભારતીય ખેલાડીઓની સંખ્યા વધારે છે.
ADVERTISEMENT
6 ભારતીય ખેલાડીઓની ચમકી કિસ્મત
આ ટીમમાં રોહિત શર્મા સહિત કુલ 6 ભારતીય ખેલાડીઓને આમાં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બે-બે ખેલાડીમાં આમાં સામેલ છે. જ્યારે ન્યૂઝીલેન્ડના એક ખેલાડીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, મોહમ્મ સિરાજ અને કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન અને શુભમન ગિલને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વિરાટ કોહલી ચોથા નંબર પર હશે.
આ ખેલાડીઓને પણ મળી તક
વર્લ્ડ કપ 2023 વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડ અને સ્પિનર એડમ ઝેમ્પાની પસંદગી કરવામાં આવી છે. તો સાઉથ આફ્રિકાના હેનરિક ક્લાસેન અને માર્કો યાનસેન આ ટીમનો ભાગ છે. ક્લાસેન આ ટીમના વિકેટકીપર છે. તો ન્યૂઝીલેન્ડના એકમાત્ર બેટ્સમેન ડેરીલ મિશેલ છે.
ICC ODI ટીમ ઓફ ધ યર 2023
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો યાનસેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.
ADVERTISEMENT