- શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ પાછળ
- મુખ્ય કારણ વિદેશી રોકાણકારોની વેચવાલી
- ફરી એકવાર આજે શેરબજારમાં કડાકો
Stock Market News: છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો શેરબજારમાં (Stock markets) ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. જેને અનેક રોકાણકારોને ચિંતામાં મૂકી દીધા છે. 24 જાન્યુઆરીએ શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. જો તેના અગાઉના દિવસની વાત કરવામાં આવે તો શેરબજારમાં 1000 પોઈન્ટનો મોટો ઘટાડો થયો હતો. જો છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) લગભગ 4 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT
શેરબજારમાં ભારે ઉતાર ચઢાવ પાછળનું કારણ
બજારની ઉતાર ચઢાવ સ્થિતિને કારણે રોકાણકરો અસમંજસમાં જોવા મળી રહ્યા છે. દરેકના મનમાં એક સવાલ છે કે આખરે શા માટે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેની પાછળનો જવાબ છે કે FPIs એટલે કે વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. તેનું કારણ માર્કેટ રેગ્યુલેટર સેબીનો નવો નિયમ છે.
આ નિયમ અંતર્ગત FPIએ 31મી જાન્યુઆરી સુધી સ્વીકારવાનું રહેશે. સેબી ઈચ્છે છે કે FPIs પોતાના વિશે વધુ માહિતી આપે જેથી કંપનીઓ લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોનો લાભ ન લઈ શકે. ઉપરાંત સેબી કોઈપણ વિદેશી કંપનીને FPI મારફત કોઈપણ ભારતીય કંપની પર ચેઈન અથવા ફેક કંપની દ્વારા નાણાંનું રોકાણ કરીને માલિકી હક્ક પ્રાપ્ત કરવાથી રોકવા માંગે છે.આ કારણે જ વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.
ફરી એકવાર આજે શેરબજારમાં કડાકો
ભારતીય શેરબજારમાં એક દિવસની તેજી બાદ ફરી એક વખત માર્કેટમાં કડાકો થયો હતો અને આજે સવારે બજાર ખુલ્યા બાદ 700 પોઈન્ટ સુધી સેન્સેકસ નીચે ગયો હતો અને નીફટી પણ 194 પોઈન્ટ તૂટી છે. આંતરરાષ્ટ્રીય ફંડોએ 2.4 બિલિયન ડોલરના ભારતીય શેર વેચ્યા, જે જૂન 2022 પછી સૌથી વધુ છે.
ADVERTISEMENT