- શેરબજારમાં આજે તેજી જોવા મળી
- સેન્સેક્સમાં 1240.90 પોઈન્ટ સાથે 71,941.57 પર બંધ
- નિફ્ટી 385.00 પોઈન્ટ સાથે 21737.60 પર બંધ થઈ
Stock Market Closing: બે દિવસ બાદ બજેટ રજૂ થવાનું છે એ પહેલા શેરબજારમાં તેજી જોવા મળી હતી. સતત 3 દિવસના ઘટાડા પછી આજે લીલા માર્ક સાથે સેન્સેક્સ-નિફ્ટી જોવા મળ્યા હતા. સેન્સેક્સમાં 1240.90 પોઈન્ટ અથવા 1.76 ટકાના વધારા સાથે 71,941.57 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 385.00 પોઈન્ટ અથવા 1.80 ટકાના વધારા સાથે 21737.60 પર બંધ થઈ હતી.
ADVERTISEMENT
સેન્સેક્સ
Top Gainers
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
- ટાટા મોટર્સ
- પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા
- લાર્સન એન્ડ ટુબ્રો
- કોટક મહિન્દ્રા બેંક
Top Losers
- ITC
- ઈન્ફોસિસ
- ટેક મહિન્દ્રા
- ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ
માર્કેટ કેપિટલાઇઝેશનમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો
આજે બજારના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયેલો જોવા મળ્યો, નિફ્ટીના 38 શેરો લીલા માર્ક પર બંધ થયા જ્યારે 11 શેરો લાલ માર્ક પર બંધ થયા. આજે ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી બેન્ક અને સન ફાર્માસ્યુટિકલ્સના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. જો સૌથી નુકશાનમાં રહેનારા શેરની વાત કરવામાં આવે તો સિપ્લા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, બજાજ ઓટો, આઈટીસી અને ડિવિઝ લેબોરેટરીઝ લાલ માર્કમાં જોવા મળ્યા.
ADVERTISEMENT