Closing Bell : આજના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે બજારના તમામ સૂચકાંકો ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયા. જો સેન્સેક્સની વાત કરવામાં આવે તો 72,000નો આંકડો પાર કરી ગયો હતો, તો બીજી બાજુ નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ટોચે પહોંચી હતી. બેન્ક નિફ્ટીએ પણ નવી ઊંચાઈને સ્પર્શી છે. આજના કારોબારની વાત કરવામાં આવે તો બજાર બંધ થઈ ત્યારે BSE સેન્સેક્સ 701 પોઈન્ટના ઉછાળા સાથે 72,038 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 206 પોઈન્ટના ઉછાળા સાથે 21,647 પોઈન્ટની સપાટીએ બંધ થઈ હતી.
ADVERTISEMENT
નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેન્ક ઐતિહાસિક ઊંચાઈ પર
ડિસેમ્બર સિરીઝની એક્સપાયરી પહેલા માર્કેટમાં રોકાણકારો એકદમ ખુશખુશાલ જોવા મળ્યા હતા. નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેન્ક તેની ઐતિહાસિક ઊંચાઈ પર આજે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. ઓટો, મેટલ અને બેન્કિંગના શેરોએ માર્કેટમાં આજે ધૂમ મચાવી હતી. IT, રિયલ્ટી, ફાર્મા શેરોમાં ભારે ખરીધી થઈ હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 701.63 પોઈન્ટ્સના વધારા સાથે 72,038.43ના સ્તરે બંધ થયા છે.
ટોપ ગેનર-ટોપ લૂઝરની યાદી
જો નિફ્ટી ટોપ ગેનરની વાત કરવામાં આવે તો હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ટાટા મોટર્સના શેરનો આ યાદીમાં સમાવેશ થયો હતો. જ્યારે ટોપ લૂઝરની યાદીમાં ઓએનજીસી, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઇઝ, યુપીએલ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થયો હતો.
ADVERTISEMENT