લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સફાયો, વિદેશી દારૂ સહિત રોકડ રકમ કરી જપ્ત

વીરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં સરકાર એક તરફ દારૂબંધીના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે દારૂની રેલમછેલ થવાની…

gujarattak
follow google news
વીરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં સરકાર એક તરફ દારૂબંધીના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે દારૂની રેલમછેલ થવાની સંભાવના છે. આ દરમિયાન લુણાવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના મોડી સાંજે દરોડા પાડ્યા છે. લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે.
31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે દારૂના રસિકો મહેફિલ માણવાની તૈયારી કરી રહ્યા છે.  આ વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલે લુણાવાડામાં મોટી કાર્યવાહી કરી છે.   લુણાવાડાના વિરણીયા ગામમાંથી વિદેશી દારૂ સહિત 53 લાખથી વધુની રોકડ રકમ ઝડપી પાડી છે. 53 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળતા ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે પોલીસે કપિલાબેન ચૌહાણ અને ખુમાનસિંહ ચૌહાણની ધરપકડ કરી છે.
કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત
મોનીટરીંગ સેલે લુણાવાડાના વિરણીયા ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વિદેશી દારૂ સહિત રોકડ રકમ જપ્ત કરી છે જેમાં કુલ 1,67,000 રૂપિયાનો 1277 નંગ અલગ અલગ બ્રાન્ડની બોટલ જપ્ત કરવામાં આવી છે. આ સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી છે જેમાં 53 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળી આવી છે આમ કુલ  દારૂ સહિત કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરી દીધી છે. રોકડ મોટી રકમ મળતા ઇન્કમ ટેક્સને પણ જાણ કરવામાં આવી છે.
    follow whatsapp