નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે કલાકો ગણાઈ રહી છે. દરેક ઘડીએ નવા સમીકરણો રચાય રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી સભાનો આજે છેલ્લો દિવસ હતો ત્યારે પાટીલ અચાનક છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવતા અનેક સવાલો સામે આવ્યા છે. ત્રણેય વિધાનસભા બેઠકોમાં ભાજપની સ્થિતિ કોઈ ગરબડ કે અન્ય બાબતની જાણ પ્રદેશ કક્ષાએ અને દિલ્હી સુધી થતા પ્રદેશ અધ્યક્ષ હેલિકોપ્ટર મારફતે છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર ભાજપને ચિંતાના વાદળો ઘેરાતા સાંસદ સહિત 15 જેટલા હોદ્દેદારો સાથે બીજેપી ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ મીટીંગ કરી ત્રણે બેઠક ઉપર ભાજપના કાર્યકરોમાં જૂથબંધી ના હોવાના કારણે ગાંધીનગર થી હેલિકોપ્ટર મારફતે અચાનક પ્રદેશ અધ્યક્ષ દોડી આવ્યા.
આ કારણે આવ્યા છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો છે જેમાં છોટાઉદેપુર પાવીજેતપુર અને સંખેડા છે. આ ત્રણેય વિધાનસભા બેઠકોમાં ભાજપની સ્થિતિ કોઈ ગરબડ કે અન્ય બાબતની જાણ પ્રદેશ કક્ષાએ અને દિલ્હી સુધી થતા પ્રદેશ અધ્યક્ષ હેલિકોપ્ટર મારફતે છોટાઉદેપુર આવી પહોંચ્યા હતા. જેમાં સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય 15 જેટલા હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા .તેમાં ૩ વિધાનસભા બેઠકના ઉમેદવારોને બોલાવવામાં ના આવ્યા.
આંતરિક વિખવાદની થઈ જાણ
સી આર પાર્ટીલે છોટાઉદેપુર ના ભાજપ કાર્યાલય ઉપર મીટીંગ કરી હતી જેમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં ભાજપના કાર્યકરોમાં અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યો છે. ટિકિટ ફાળવણીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જેની જાણ પ્રદેશ અને દિલ્હી સુધી થતા સી આર પાટીલ છોટાઉદેપુર જિલ્લામાં ડેમેજ કંટ્રોલ કરવા માટે આવ્યા હતા. જેમાં સાંસદને તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. પરંતુ મતદાનને માંડ 48 કલાકનો સમય બાકી છે તેવા સમયે જૂથવાદ નાબૂદ થયો કે નહીં જે પરિણામ બતાવશે. ત્યારે સી આર પાટીલ લીધેલા ક્લાસ કેટલા ફળશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT