નવી દિલ્હી: ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા પહેલવાનોએ બુધવારે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો. આરોપ છે કે WIFના અધ્યક્ષ મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરે છે. પહેલવાનો સાથે અભદ્રતા કરાય છે અને પરેશાન કરવામાં આવે છે. આ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે સીધી કેન્દ્ર સરકારને નિશાને લીધી છે. મોડી સાંજે ખેલ મંત્રાલયે સમગ્ર મામલો ધ્યાને લેતા WIFના અધ્યક્ષને નોટિસ જારી કરી છે. મંત્રાલયે સમગ્ર મામલે 72 કલાકની અંદર જવાબ માગ્યો છે. જોકે WIFના અધ્યક્ષ સ્પષ્ટ રીતે કપાસ કરાવવાની અપીલ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો તેઓ દોષી હશે તો ફાંસીએ લટકવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
ગઈકાલે પહેલવાનોએ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું
દેશના સર્વોચ્ચ પહેલવાનોએ ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભુષણ શરણ સિંહ વિરુદ્ધ બુધવારે જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે. પહેલવાનોએ તેમના પર મહિલા ખેલાડીઓના શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે પહેલવાન વિને ફોગાટનું કહેવું છે કે, જ્યાં સુધી અધ્યક્ષ નહી બદલવામાં આવે ત્યાં સુધી આ પ્રદર્શન અને ધરણા ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બૃજભુષણ સિંહ ભાજપના સાંસદ પણ છે.
મહિલા ખેલાડીઓનું શોષણ કરાતું હોવાનો આરોપ
પહેલવાન અને ઓલમ્પિયન વિનેશ ફોગાટનું કહેવું છે કે, મહિલા પહેલવાનોને અનેક પ્રકારની સમસ્યા હોય છે. કુશ્તી સંઘના અધ્યક્ષે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે. ફેડરેશન ખેલાડીઓ પર જબરજસ્તી પ્રતિબંધ લગાવે છે. જેના કારણે ખેલાડીઓ રમી નથી શકતા. કોઇ પણ ખેલાડીને કંઇક હોય છે તો તેના માટે જવાબદાર કુશ્તી સંઘના અધ્યક્ષ હશે. જંતરમંતર પર થયેલા આ વિરોધ પ્રદર્શનમાં ઓલમ્પિક રમતોમાં વિજેતા ખેલાડીઓ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આશરે 24 જેટલા પહેલવાનો ધરણા પર બેઠા છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારની સુરક્ષા ગેરંટીઃ રિલીઝ થશે ફિલ્મ ‘પઠાણ’
અધ્યક્ષ કોચ અને રેફરીની ભૂમિકા નિભાવે છે
ઓલમ્પિયન પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે, તેઓ કુશ્તીને દલદલથી બચાવવા માંગે છે, ખેલાડીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, એક બે દિવસ પહેલા નિયમ બનાવવામાં આવે છે. જે ખેલાડીઓ પર થોપવામાં આવી રહ્યા છે. એસોસિએશનના અધ્યક્ષ જ કોચ અને રેફરીની ભુમિકા નિભાવે છે. ખરાબ વર્તન કરવામાં આવે છે. એટલું જ નહી પ્રાયોજક ટાટા મોટર્સ પાસેથી મદદ નથી મળતી, ખેલાડી અસહાય અનુભવી રહ્યા છે અને ફરિયાદ કરવાથી ઉલ્ટા ખેલાડીઓ પર કાર્યવાહી કરવામાં આવે છે.
અધ્યક્ષ અનેક મહિલા ખેલાડીઓનું શોષણ કરી ચૂક્યા
વિનેશ ફોગાટે કહ્યું કે, નેશનલ કેમ્પમાં ફેડરેશને કોચ મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કરે છે. ફરિયાદ બાદ પણ કોઇ કાર્યવાહી નથી થતી. અધ્યક્ષ પણ અનેક મહિલા ખેલાડીઓનું શોષણ કરી ચુક્યા છે. લખનઉમાં કેમ્પ લગાવાય છે જેથી પોતાના ઘરણાં શારીરિક શોષણ કરી શકે, અમારા અંગત જીવનમાં દખલ કરે છે. ફોગાટે કહ્યું કે, ટોક્યો ઓલમ્પિક બાદ મે પીએમને ફરિયાદ કરી હતી અને તેમણે કહ્યું કે, કંઇ નહી થાય પરંતુ ત્યાર બાદ એસોસિએશન મને સસ્પેન્ડ કરવાના પ્રયાસો કર્યા હતા. મને જીવનું પણ જોખમ છે. ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમર પાસે કરોડોની સંપત્તી છે તેની તપાસ થાય. આટલી સંપત્તી તો ઓલમ્પિક પદક વિજેતા પાસે પણ નથી.
ADVERTISEMENT