ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ પહેલા વિધાનસભા પરિસરમાં સાફ-સહાઈ હાથ ધરવામાં આવી હતી. જેમા ખુદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી જોડાયા હતા. તેમણે વિધાનસભાના કર્મચારીઓ સાથે જોડાઈને રાષ્ટ્રપુરુષોની પ્રતિમાની સફાઈ કરી હતી. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે.
ADVERTISEMENT
વિપક્ષ વગર જ યોજાશે સત્ર
નોંધનીય છે કે વિધાનસભા સત્ર પહેલા સચિવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પત્ર લખીને વિપક્ષનું પદ નહીં મળે તેમ જણાવ્યું હતું. પત્ર મુજબ રાજકીય પક્ષને ચૂંટણી પંચે માન્યતા આપી હોય અને વિધાનસભામાં પક્ષના સભ્યોની સંખ્યા કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછી ન હોય તો અધ્યક્ષ તે પક્ષને વિધાનસભામાં પક્ષ તરીકે માન્યતા આપી શકશે. જોકે કોંગ્રેસનું સંખ્યાબળ ગૃહની કુલ સંખ્યાના 10 ટકા કરતા ઓછું હોવાથી વિપક્ષ તરીકે માન્યતા મળી શકે એમ નથી. એવામાં વિધાનસભાનું સત્ર વિપક્ષ વિહોણું બનશે.
આજે પેપરલીક મુદ્દે બીલ રજૂ કરાઈ શકે
આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેમાં પેપરલીક બીલ રજૂ કરવામાં આવી શકે છે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરશે. આજે પ્રથમ દિવસે રાજ્યપાલનાસ સંબોધનથી ગૃહની કાર્યવાહી શરૂ થશે અને ત્યારબાદ સ્વર્ગસ્થ પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી અને અન્ય પૂર્વ દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રસ્તાવ પસાર કરવાની કામગીરી હાથ ધરશે.
ADVERTISEMENT