Sonia Gandhi may Contest Rajya Sabha Election : કોંગ્રેસ (Congress)ના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી (Sonia Gandhi) લોકસભાની ચૂંટણી નહીં લડે, સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી આવતીકાલે (14 ફેબ્રુઆરી) રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. સોનિયા ગાંધી રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશથી ઉમેદવારી નોંધાવી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં તેઓ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી લોકસભાના સાંસદ છે.
ADVERTISEMENT
લોકસભા લડે તેવી શક્યતા નથી
પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધીને રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. સંખ્યાબળના હિસાબથી બંને રાજ્યોમાંથી કોંગ્રેસને રાજ્યસભાની એક-એક સીટ મળશે. સોનિયા ગાંધી આ વખતે લોકસભા લડે તેવી શક્યતા નથી. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં કહ્યું હતું કે 'આ છેલ્લી વખત છે, જ્યારે તેઓ સામાન્ય ચૂંટણી લડી રહ્યા છે.'
1999થી લોકસભાના સભ્ય છે સોનિયા ગાંધી
જો સોનિયા ગાંધીને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે છે, તો તેમની સંસદીય કારકિર્દીમાં એવું પહેલીવાર થશે કે તેઓ ઉપલા ગૃહમાં જશે. સોનિયા ગાંધી 1999થી લોકસભાના સભ્ય છે. 15 રાજ્યોની 56 સીટો માટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે અને ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે.
ભાજપે 14 ઉમેદવારોના નામ કર્યા જાહેર
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળથી પોતાના 14 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ ઉત્તર પ્રદેશથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહ ઉપરાંત યુપીમાંથી કુલ 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. તો હરિયાણાથી સુભાષ બરાલાને પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.
UPથી આ 7 ઉમેદવારોના નામ નક્કી
ભાજપે યુપીથી આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, ચૌધરી તેજવીર સિંહ, સાધના સિંહ, અમરપાલ મૌર્ય, સંગીતા બળવંત, નવીન જૈનના નામની જાહેરાત કરી છે. જ્યારે પશ્ચિમ બંગાળથી સામિક ભટ્ટાચાર્ય, ઉત્તરાખંડથી મહેન્દ્ર ભટ્ટ, કર્ણાટકથી નારાયણ કૃષ્ણાસા ભાંડગે અને છત્તીસગઢથી દેવેન્દ્ર પ્રતાપ સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
સપાએ પણ ઉમેદવારોની જાહેરાત કરી
તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની 10 બેઠકો ખાલી થઈ રહી છે. તેમાંથી ભાજપે 7 બેઠકો પર અને સમાજવાદી પાર્ટીએ 3 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, રામજીલાલ સુમન અને આલોક રંજનને રાજ્યસભામાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દરેક વ્યક્તિ આજે ઉમેદવારી નોંધાવશે. આલોક રંજન અખિલેશ યાદવના સલાહકાર છે અને પડદા પાછળના મુખ્ય રણનીતિકાર માનવામાં આવે છે, જ્યારે જયા બચ્ચન યાદવ પરિવાર સાથે ગાઢ પારિવારિક સંબંધો ધરાવે છે. સાથે જ અખિલેશ રામજીલાલ સુમન દ્વારા દલિત સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT