અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી દરમિયાન રાજકારણનું વાતાવરણ ગરમાયું હતું. તેવી જ રીતે હવે ગુજરાતની અંદર ડબલ સિઝન જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અત્યારે કેટલાક વિસ્તારોમાં ભારે ઠંડી પડી રહી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આવી રીતે કમોસમી વરસાદ વચ્ચે પડી રહેલી ગુલાબી ઠંડીમાં આજના દિવસ દરમિયાન ક્યાં કેવું વાતાવરણ રહેશે એના પર નજર કરીએ…
ADVERTISEMENT
આજનું વેધર અપડેટ…
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બદલાયેલા વાતાવરણને કારણે દિવસ દરમિયાન મિશ્ર વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો ગગડી શકે છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અનુભવાશે. જ્યારે બીજી બાજુ અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે.
આવી જ રીતે રાજ્યમાં ધીરે ધીરે શિયાળો પગપેસારો કરી રહ્યો છે, ત્યારે મોડી સાંજથી ઠંડીનો અનુભવ થવાનું પણ શરૂ થઈ શકે છે. તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. તો આણંદની કરીએ ત્યારે અહીં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 19 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અનુભવાશે.
ગુલાબી ઠંડીમાં વરસાદી ઝાપટા
ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો હતો. આ દરમિાયન દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ડાંગ તથા વાસંદામાં વરસાદ ખાબક્યો હતો. તેવામાં ગુલાબી ઠંડીની સિઝનમાં આવી રીતે વરસાદ વરસતા જોવાજેવી થઈ હતી.
ADVERTISEMENT