અરવલ્લીઃ મોડાસા બાયપાસ પશુ દવાખાના પાસેના સરકારી ક્વાર્ટર્સમાં ચોરી થઈ ગઈ છે. મોડી સાંજે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી દીધો છે. નોંધનીય છે કે અત્યારે ગુજરાતમાં અવાર નવાર સરકારી ક્વાર્ટર્સમાં પણ ચોરી થતી હોવાનું સામે આવતું રહે છે. વળી અહીંની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં સરકારી ક્વાર્ટર્સમાં ચોરીની આ 9મી ઘટના બની ગઈ છે. ત્યારે અહીં રહેતા સ્થાનિકોમાં ફફડાટ છે.
ADVERTISEMENT
ક્વાર્ટર્સમાં તસ્કરો ત્રાટક્યા
નોંધનીય છે કે રહેણાંક વિસ્તારમાં દરવાજાનું તાળુ તોડીને તસ્કરોએ લૂંટનો આંતક મચાવ્યો છે. મોડાસા બાયપાસ પશુ દવાખાના પાસે સરકારી ક્વાર્ટ્સમાં તસ્કરોએ ચોરી કરી હતી. એટલું જ નહીં રહેણાંક મકાનનાં દરવાજાનું તાળુ તોડીને તેઓ તમામ મત્તા ચોરીને જતા રહ્યા હતા.
છેલ્લા 6 મહિનાની ઓ 9મી ઘટના..
નોંધનીય છે કે છેલ્લા 6 મહિનાની અંદર આવી ચોરીની 9મી ઘટના સામે આવી છે. જેના કારણે રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એટલું જ નહીં સરકારી ક્વાર્ટર્સમાં પોલીસો રહેતા હોવા છતા તસ્કરો બેફામ બનતા ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT