દિલ્હીઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPના ગોપાલ ઈટાલિયાના વિવાદિત વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. જેમાં તેઓ PM નરેન્દ્ર મોદી, તેમના માતા તથા હિંદુ ધર્મ અને મહિલાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપતા નજરે પડી રહ્યા છે. આ મુદ્દે સ્મૃતિ ઈરાનીએ અરવિંદ કેજરીવાલ અને ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે 100 વર્ષીય એક માતાનું આવી રીતે અપમાન કરવું ચોંકાવનારું છે. આ વડીલ કહેવાય અને તેમને કોઈનું કશુ બગાડ્યું નથી. તેમના પુત્ર નરેન્દ્ર મોદી અત્યારે વડાપ્રધાન છે તેવામાં એક માતાનું AAPના કેટલાક નેતા અપમાન કરી રાજકીય ફાયદો ઉઠાવવા જઈ રહ્યા છે. બીજી બાજુ હિંદુ ધર્મમાં મહિલાઓ વિશે પણ વિવાદાસ્પદ ટિપ્પણી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ ગોપાલને ઘેર્યા હતા.
ADVERTISEMENT
સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર 2 શબ્દોમાં કર્યા આકરા પ્રહાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા AAPના નેતાઓના વિવાદિત વીડિયો મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલને પાઠ ભણાવ્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલ પણ જાણે છે કે આ નેતાઓની વિચારધારા કેવી છે. તેમના વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયો હોવા છતા કઈ પગલાં ભરવામાં આવતા નથી. તેવામાં વડાપ્રધાનના 100 વર્ષીય માતાનું અપમાન કરનારા નેતાઓથી ગુજરાતને આઘાત લાગ્યો છે. પ્રજા ચૂંટણીમાં પાઠ ભણાવી દેશે.
ADVERTISEMENT