અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબીમાં બ્રિજ તૂટતાં જ રાજ્યભરમાં શોકનો માહોલ છે. આ દરમિયાન રાજકીય ગતિવિધિઓ પર આમ આદમી પાર્ટીએ બ્રેક લગાવી હતી. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ફરી રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે. આમ આદમી પાર્ટીએ આજે સવારે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ સંગઠનની છઠ્ઠી યાદી જાહેર જાહેર કરી છે જેમાં 237 કાર્યકર્તાને મોટી જવાબાદારી સોંપવામાં આવી છે .
ADVERTISEMENT
ચૂંટણી નજીક આવતાની સાથે રાજ્યમાં તોડ જોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે.આમ આદમી પાર્ટીનું સંગઠન દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે. ગુજરાતમાં ત્રી પંખીયા જંગની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી વધુ એક સંગઠનની યાદી બહાર પાડી રહી છે.જેમાં 237 કાર્યકર્તાને મોટી જવાબાદારી સોંપવામાં આવી છે .નવા જોડાતા લોકોમાં દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અનુસાર કાર્યભાર સોંપવામાં આવે છે.ચૈતરભાઈ વસાવા અને અરવિંદભાઈ સોલંકીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ચંદ્રિકાબેન સોલંકી, નીતાબેન મોદી, ભરતસિંહ કોટીલા, મોહનભાઈ રાઠોડ, સાગર પંભાર અને ઇન્દ્રવિજયસિંહ રાઓલને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે
આજે 22 ઉમેદવારોના નામ કર્યા જાહેર
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આઠમી યાદીમાં કુલ 22 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીની 7 યાદીમાં AAP દ્વારા કુલ 86 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે આજે વધુ 22 સાથે અત્યાર સુધીમાં કુલ 108 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT