Gujarat Weather News: ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા સહિત અન્ય નદીઓ હાલ ગાંડીતુર બની છે. તેના કારણે અનેક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 617 લોકો બચાવવામાં આવ્યા છે. ગત્ત ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. રસ્તાઓ પર પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. પરિણામે પ્રભાવિત જિલ્લામાં શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
NDRF અને SDRF ની ટીમો રાહત અને બચાવકાર્ય ચલાવી રહી છે
હાલના સમયમાં NDRF અને SDRF બંન્નેની 10 ટીમ રાજ્યના અલગ અલગ સ્થળો પર બચાવ કાર્યોમાં જોડાયેલી છે. પુરના કારણે અનેક રસ્તાઓ બંધ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે પુલ સંખ્યા 502 પર નર્મદા નદી 40 ફુટ પર એટલે કે ખતરાના નિશાનથી 12 ફુટ ઉપર વહી રહી છે. જેના કારણે હાલ રેલવે વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે તો અનેકના રૂટ બદલવા પડ્યા છે.
https://x.com/ANI/status/1703778449520034196?s=20
પશ્ચિમ રેલવે દ્વારા અનેક ટ્રેન રદ્દ-ડાયવર્ટ કરવામાં આવી
પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પુરના કારણે મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ સહિત ઓછામાં ઓછી ડોઢ ડઝન ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નર્મદા નદી બેકાંઠે વહી રહી છે અને તેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ચુક્યા છે.
નર્મદા નદી કિનારા મોટાભાગના જિલ્લાઓ પ્રભાવિત
ભરૂચ અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારમાં વિનાશકારી પુર જેવી સ્થિતિ પેદા થવાના કારણે અફડા તફડીની સ્થિતિ છે. સરદાર સરોવર બંધમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નિચાણવાળા વિસ્તારો અને મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં સેંકડો લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. મધ્યપ્રદેશ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ બાદ અંકલેશ્વર અને ભરૂચના નિચાણવાળા હિસ્સાઓમાં લગભગ 10 ફુટથી વધારે પુરનું પાણી છે.
અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ
અધિકારીઓના અનુસાર ભરૂચમાં અંકલેશ્વર-હાંસોટ રાજમાર્ગના ઉપરથી પુરનું પાણી વહી રહ્યું છે. લોકોના ઘરના એક માળ સુધી ડુબી ગયા છે અને તેમને પોતાની છત પર શરણ લેવા માટે મજબુર છે. અમદાવાદમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. રાજ્યમાં ચો તરફ વરસાદના કારણે તારાજી સર્જાઇ રહી છે.
ADVERTISEMENT