ગુજરાત સરકાર અને રાજ્યને બદનામ કરવાના કેસમાં તિસ્તા સેતલવાડ વિરૂદ્ધ SITએ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. જેમાં તીસ્તા વિરૂદ્ધ ઘણા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ આ ચાર્જશીટમાં 90થી વધુ લોકોના નિવેદનો રજૂ કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે તત્કાલીન CM નરેન્દ્ર મોદીને બદનામ કરવાની સાથે મૃત્યુની સજા મળે એ માટું ષડયંત્ર પણ રચવામાં આવ્યું હતું. વળી ચાર્જશીટમાં તીસ્તા સેતલવાડ, સંજીવ ભટ્ટ અને આર.બી.શ્રીકુમાર સામે કેસ ચલાવાશે. નોંધનીય છે કે અહીં 100 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ અંગે સરકારી દસ્તાવેજો તથા ગુજરાત સરકારને બદનામ કરવાના મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તત્કાલિન CM નરેન્દ્ર મોદીને સજા મળે એનું ષડયંત્ર રચ્યું
SITની ચાર્જશીટઃ પૂર્વ IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સરકારનો ભાગ હતા પરંતુ તીસ્તા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરી ઓફિશિયલ એન્ટ્રી કરતા તેઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન આરોપીઓ દ્વારા તત્કાલિન CM નરેન્દ્ર મોદીની રાજકીય ઈનિંગ ખતમ કરવી અને તેમના માન સન્માનને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચાયું હતું. આના માટે ખોટા દસ્તાવેજો, એફિડેવિટના ખોટા ડેટા માટે વકીલોની ટીમ તૈયાર કરવામાં આવી હતી.
પીડિતોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી ઘટનાઓ પર લોકોની સહી લેવામાં આવી હતી. વળી દસ્તાવેજો પણ પીડિતોની સમજથી બહાર હતા, જેથી તીસ્તાનો સાથ આપવા માટે જે તૈયાર નહોતા થયા એવા લોકોને ધમકાવવામાં પણ આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે મંજૂર કરી હતી જામીન અરજી
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાંથી તીસ્તાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. શુક્રવારે ચીફ જસ્ટિસ યુયુ લલિતની બેન્ચ દ્વારા આ અંગે સુનાવણી કરતા સરકારની ઝાટકણી કાઢી હતી. 1 કલાક 10 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં યુયુ લલિતે જણાવ્યું કે, તીસ્તાની ધરપકડ બાદ રિમાન્ડ કે કસ્ટડીમાં કેટલા દિવસથી હતા. તેઓને હવે જેલમાં રાખી શકાશે નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, તિસ્તા કેસ જ્યાં સુધી હાઇકોર્ટમાં છે ત્યાં સુધી તેમણે પાસપોર્ટ સરેન્ડર રાખવો પડશે. તીસ્તાને અમે જામીન આપીએ છીએ.
ADVERTISEMENT