Arbaaz Khan કરતા કેટલી નાની છે ‘ખાન પરિવાર’ની નવી વહુ Shura Khan?, જાણો બંને વચ્ચે કેટલું છે ઉંમરનું અંતર

Arbaaz khan-Shura khan age Difference: અરબાઝ ખાને શૂરા ખાન સાથે પોતાનું નવું જીવન શરું કર્યું છે. ગઈકાલે (24 ડિસેમ્બર 2023)ના રોજ અરબાઝ ખાને શૂરા ખાન…

gujarattak
follow google news

Arbaaz khan-Shura khan age Difference: અરબાઝ ખાને શૂરા ખાન સાથે પોતાનું નવું જીવન શરું કર્યું છે. ગઈકાલે (24 ડિસેમ્બર 2023)ના રોજ અરબાઝ ખાને શૂરા ખાન સાથે નિકાહ કર્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને નવદંપત્તીને અભિનંદન પાઠવ્યા છે. રવીના ટંડને શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

રવીના ટંડને શેર કર્યો વીડિયો

આ પહેલા આ સમાચારને લઈને કોઈ પુષ્ટિ થઈ ન હતી. પરંતુ હવે રવીના ટંડને સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે અરબાઝ ખાન અને શૂરા ખાને નિકાહ કરી લીધા છે.

શૂરા ખાનની કેટલી છે ઉંમર?

આપને જણાવી દઈએ કે, અરબાઝ ખાન અને શૂરા ખાન વચ્ચે ઉંમરમાં ઘણું અંતર (age difference) છે. તમને જણાવી દઈએ કે, શૂરા ખાનનો જન્મ 5 જુલાઈ 1982ના રોજ થયો હતો અને હાલમાં તેણી 41 વર્ષની છે. શૂરા ખાન મેકઅપ આર્ટિસ્ટ છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શૂરા ખાન રવીના ટંડનની ખૂબ નજીક છે. આ ઉપરાંત શૂરા ખાન અભિનેત્રી અને તેની દીકરીની મેકઅપ આર્ટિસ્ટ પણ છે.

 

અરબાઝ ખાનની ઉંમર કેટલી છે?

જ્યારે અરબાઝ ખાનની વાત કરીએ તો અરબાઝ ખાનની ઉંમર 56 વર્ષ છે. તમને જણાવી દઈએ કે અરબાઝના પહેલા લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા. જોકે, બંને છૂટાછેડા લઈને અલગ થઈ ગયા હતા.

કેટલું છે ઉંમરનું અંતર?

અરબાઝ ખાન અને શૂરા ખાનની ઉંમરના અંતરની વાત કરીએ તો બંને વચ્ચે 15 વર્ષનું અંતર છે. બી-ટાઉનમાં આવું પહેલીવાર નથી કે જ્યારે કોઈ કપલની ઉંમરમાં અંતર રહ્યો હોય. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ પોતાના કરતા ઘણા વર્ષ નાની વ્યક્તિને પોતાના જીવનસાથી બનાવી ચુક્યા છે.

    follow whatsapp