IPL 2024: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીનો સાથ છોડી દીધો છે. 2022માં હાર્દિક પંડ્યા ટીમની સાથે જોડાયા હતા. તેઓ પ્રથમ બે સિઝનમાં ટીમના કેપ્ટન હતા. તેમમે પ્રથમ સિઝનમાં જ ગુજરાત ટાઈટન્સ ટીમને વિજેતા બનાવી હતી. આ પછી બીજી સિઝનમાં પણ ગુજરાત ફાઈનલમાં પહોંચ્યું હતું. પરંતુ ત્રીજી સિઝન પહેલા હાર્દિક પંડ્યાએ તેમની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાવાનો નિર્ણય લીધો અને તેઓ ગુજરાત ટાઈટન્સને અલવિદા કહીને મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયા.
ADVERTISEMENT
ગુજરાત ટાઈટન્સના નવા કેપ્ટન શુભમન ગિલ
હાર્દિક પંડ્યાની વિદાયની જાહેરાતની સાથે જ ગુજરાત ટાઈટન્સે પોતાના નવા કેપ્ટનની પણ જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સના નવા કેપ્ટન બન્યા છે. ગત સિઝનમાં રાશિદ ખાન ટીમના વાઈસ કેપ્ટન હતા. પરંતુ તેમને પણ કેપ્ટન બનાવવામાં આવ્યા નથી.
રવિવારે ટીમોએ લિસ્ટ કરી જાહેર
આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનને લઈને રવિવાર (26 નવેમ્બર)નો દિવસ ખૂબ જ ખાસ રહ્યો. તે જ દિવસે તમામ 10 ટીમોએ તેમના ખેલાડીઓની રિટેન અને રિલીઝ લિસ્ટ જાહેર કરી. જેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા છે.
હાર્દિક પંડ્યાની MI ટીમમાં વાપસી
પરંતુ તેના લગભગ 2 કલાક પછી એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા.ટ્રન્સફર વિંડો હેઠળ આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટી ડીલ જોવા મળી. ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે તેમની જૂની મુંબઈ ઈન્ડિયન્સ (MI) ટીમમાં પરત ફર્યા છે.
પહેલી સિઝનમાં ટીમને બનાવી હતી ચેમ્પિયન
મુંબઈ ઈન્ડિયન્સે એક મોટી ડીલ દ્વારા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. ગુજરાત ટાઈટન્સ 2022માં નવી ટીમ તરીકે સામેલ થઈ હતી.પછી તેણે પંડ્યાને 15 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવ્યા હતા. ત્યારે હાર્દિક પંડ્યાએ પહેલી જ સિઝનમાં ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી. આ પહેલા હાર્દિક પંડ્યા માત્ર મુંબઈની ટીમ માટે જ રમતા હતા.
ADVERTISEMENT