અમદાવાદ: ગુજરાત વિધાનસભણી ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે.ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ કરવાની અપીલ કરી હતી. વાઘેલાએ કહ્યું કે, હું કોંગ્રેસમાં નથી પરંતુ પરિવર્તન માટે અપીલ કરું છું જેથી ગુજરાતની જનતા કોંગ્રેસને મત આપે. ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો
ADVERTISEMENT
હું કોંગ્રેસમાં હોઇ કે ન હોઇ કોઇ ફરક નથી પડતો
હુ ભાજપ અને કોંગ્રેસ બંનેને બરાબર જાણુ છુ. જો ભાજપ થી બચવુ હોય તો કોંગ્રેસને લાવો. હુ કોગ્રેસમાં હોઉ કે ન હોઉ તેનાથી કોઇ ફર્ક નથી પડતો. આ આર્ટીફીશીયલ અને ચીટર લોકો છે લોકેને ઠગે છે. 25 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો હવે ન આપતા.
AAP પર કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટીના નામ લીધા વગર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રહાર કરતાં કહ્યું કે, જે પાર્ટીને ખભા પર બેસાડી 1995માં સત્તા સ્થાને લઇ ગયા તે અત્યારે ખોટા લોકોના હાથમાં જતી રહી છે. ભાવી પેઢી માટે મોંઘવારી અને બેરોજગારીથી બચવા માટે ભાજપને નિકાળો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ રહેવાદો બીજા કોઇને વચ્ચે ન લાવો. આ લોકો આપદામાં અવસર શોધે છે.
હાઈકોર્ટને પત્ર લખી મોરબીની ઘટનાને સુઓમોટો તરીકે લેવા વિનંતી કરી
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોરબીની ઘટના અંગે હાઇકોર્ટને પત્ર લખતા કહ્યું કે, મોરબીમાં સસ્પેન્શન પુલ પડી જવાને લીધે 140 લોકો કે જેમાં મહિલાઓ, બાળકો પણ છે જેમના જીવ ગયા છે. કારણ કે તે બ્રીજની મેઈન્ટેઈનન્સની જવાબદારી એક ખાનગી કંપની પાસે હતી. મારી પ્રાથના સાથે આ પત્ર આપને લખી રહ્યો છું કે આ ઘટનાને સુઓમોટો તરીકે લઈ તેની કાર્યવાહી કરવામાં આવે. કંપનીએ 143 વર્ષ જુના બ્રિજની કામગીરી હાથધરીને 26 ઓક્ટોબરે તેને લોકો માટે ખુલ્લો મુકી દીધો. તેમણે ત્રણ પેજમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને આ અંગે વિવિધ માહિતી પુરી પાડતા વારંવાર સુઓમોટો તરીકે કાર્યવાહી ચલાવવાની વિનંતી કરી છે.
ADVERTISEMENT