અમદાવાદ: ભ્રષ્ટાચારના આરોપમાં ધેરાયેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના કેસમાં અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા આવતી કાલે મહત્વના ખુલાસા કરશે. અર્જૂન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલા ફરી એક વખત સાથે જોવા મળશે. મહેસાણા સેશન્સ કોર્ટ દ્વારા બંને નેતાઓને 6 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ મામલે બંને નેતાઓ મહત્વના ખુલાસા કરશે.
ADVERTISEMENT
શું છે મામલો
શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા. મહારાષ્ટ્રને સાગર દાણ મોકલાયું એ અરસામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયા એમ બંને જણાએ ભલામણ પત્ર લખ્યા હતા. આથી, બંનેને સાક્ષી તરીકે હાજર રાખવા સરકારી વકીલે અરજી કરી હતી. જે મામલે મહેસાણા સેશન્સ કોર્ટે 6 ઓક્ટોબરના રોજ બંનેએ હાજર રહેવાનું છે. આ મામલે હવે શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયા આવતી કાલે
વિપુલ ચૌધરીની ધરપકડ
પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દીકરા અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ
ચૌધરી પરિવારનાં કરોડો રૂપિયાનાં કથિક કૌભાંડમાં હવે એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા એક પછી એક પત્તા ખોલવાની શરૂઆત કરી હતી. ચૌધરી પરિવારનાં 21 અને તેમના દ્વારા સ્થાપિત કંપનીઓનાં 66 બેન્ક એકાઉન્ટની વિગતોની તપાસમાં ચોંકાવનારા આર્થિક વ્યવહારોના ખુલાસા થયા છે. દીકરાનાં નામે 8 કરોડ રૂપિયાનું ટેક્સાસમાં ઘર ખરીદવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવી હતી. જેના પગલે હવે આ કેસમાં ઇડી દ્વારા પણ તપાસ કરવામાં આવશે. વિપુલ ચૌધરીના ફરાર દીકરા અને તેમની પત્ની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિપુલ ચૌધરી દ્વારા સ્થાપિત 4 કંપનીઓ તો માત્ર કાગળ પર જ હતી. તેના આઇટી રિટર્ન ભરવામાં આવે છેપણ આ કંપનીની કોઇ ઓફીસ જ નથી. 26 પાનકાર્ડના આધારે IT પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી છે. આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો, ઇડી અને આઇટી દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવશે.
મુશ્કેલીમાં સતત વધારો
વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે વિપુલ ચૌધરીની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની સામે કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે.
ADVERTISEMENT