ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે બીજા તબક્કાના વોટિંગ પહેલા કોંગ્રેસ પાર્ટી એક્ટિવ થઈ ચૂકી છે. ગાંધીનગર ઉત્તર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારના સમર્થન માટે રેલીનું આયોજન કર્યું હતું. જેમાં શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે મોંઘવારી સહિતના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
જનતા ભાજપથી નારાજ, એટલે મતદાન નીરસ રહ્યું- શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ રેલીમાં કહ્યું કે કોંગ્રેસને હવે એક તક જનતા આપે. કામ ન ગમે તો પાર્ટીને સત્તા પરથી દૂર કરી દેજો. પરંતુ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. બેરોજગારી, મોંઘવારી પેન્શનનો મુદ્દે તથા પેપરલિક કૌભાંડ વિશે જનતા જાણે છે. પ્રથમ ચરણમાં મતદાનમાં નીરસતા જોવા મળી છે. ગુજરાતની જનતાને ભાજપથી નફરત છે, આ સરકાર માટે હરખાવા જેવું નથી.
એક વખત કોંગ્રેસને તક આપો- શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર ઉત્તર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ વાઘેલાને મેદાનમાં ઉતાર્યા છે. આવામાં આ બેઠક પર કોંગ્રેસની પકડ વધારે મજબૂત જોવા મળી રહી છે. કોંગ્રેસની રેલીમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બાપુએ કહ્યું હતું કે અત્યારે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે. ઘણા મુદ્દાઓ પર આ સરકારનું કામ જોઈએ એવું રહ્યું નથી. તેથી એકવાર કોંગ્રેસને તક આપો.
With Input: દુર્ગેશ મહેતા
ADVERTISEMENT