અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈ તોડ જોડ અને ઘરવાપસીની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા ઘર વાપસી કરે તેવી અટકળોએ વેગ પકડ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ ગુજરાત તક સામે મોટો ખુલાસો કર્યો છે.
ADVERTISEMENT
શંકરસિંહ વાઘેલા આવતી કાલે ફરી કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો લાગી રહી છે ત્યારે આ મામલે ખુલાસો કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી. કોઈ મીડિયા સાથે કે કોઈ પક્ષ સાથે વાત થઈ નથી. મને કોઈ સમાચાર નથી .
શંકરસિંહના પુત્ર જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાં
4 વર્ષ બાદ ફરીથી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. મહેન્દ્રસિંહ વાઘેલા 28 ઓક્ટોબરે કોંગ્રેસમાં વાપસી કરી હતી. મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડતા કહ્યું હતું કે મેં જગદીશભાઈને પ્રસ્તાવ રાખ્યો હતો અને આજે હું નફરતની રાજનીતિ મટાડવા માટે કોંગ્રેસમાં ફરીથી આવ્યો છું. મને સ્વીકારવા માટે હું તમામ લોકોને આભાર માનું છું અને ભાજપમાં ગયો છતાં પણ મારું મન કોંગ્રેસ માં જ હતું.
ADVERTISEMENT