વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યું ફોર્મ, ભાજપામાંથી આપશે રાજીનામું

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને હરીફોને હંફાવ્યા છે. આ દરમિયાન ગુજરાતની 15 મી વિધાનસભા માટે અધ્યક્ષ માટે શંકર ચૌધરીના…

gujarattak
follow google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે અને હરીફોને હંફાવ્યા છે. આ દરમિયાન ગુજરાતની 15 મી વિધાનસભા માટે અધ્યક્ષ માટે શંકર ચૌધરીના નામની પસંદગઈ કરવામાં આવી છે. ત્યારે  શંકર ચૌધરી આજે સ્પીકર તરીકેનું આજે ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે આ આ એક સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી સૂપેરું પર પાડીશ.

શંકર ચૌધરીએ વિધાનસભા અધ્યક્ષ માટે ફોર્મ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, સહિત શીર્ષ નેતૃત્વ હાજરીમાં ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે,  રહ્યા ભર્યા બાદ શંકર ચૌધરીએ કહ્યું કે,  મે અને જેઠા ભાઈ ભરવાડે ફોર્મ ભર્યું છે. આ એક સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી સૂપેરું પર પાડીશ. આવતીકાલે ચૂંટણી થશે. આ જવાબદારીના ઉચ્ચ મૂલ્યોને જાળવીશું . લોકશાહીને બળવત્તર બનાવવા માટે પ્રયત્ન કરીશ.

શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે
આજે બપોરે 1 કલાકે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે.

પ્રોટેમ સ્પીકરે લીધા શપથ
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલને રાજ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તેમજ મંત્રી મંડળના મંત્રીઓ અને રાજય સરકારના સચિવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. રાજયપાલ અને મુખ્યમંત્રીએ યોગેશ પટેલને શુભેચ્છાઓ આપી હતી

ધારાસભ્યોના શપથ 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. જે બાદ હવે ગુજરાત વિધાનસભાનું વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે.  તમામ ચૂંટાયેલા ધારાસભ્ય શપથ યોજાશે. સીએમ ભુપેન્દ્ર પટેલથી શપથ લેવાના શરૂઆત કરી છે.

    follow whatsapp