દુર્ગેશ મહેતા, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું આજે સત્ર શરૂ થઈ રહ્યું છે. 15 મી વિધાનસભાની શરૂઆત સાથે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારનું આ પહેલું સત્ર છે ત્યારે પ્રથમ સત્રથી જ વિધાનસભાનું સુકાન સંભાળવા માટે શંકર ચૌધરી તૈયાર છે. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂકયો હતો. ઋષિકેશ પટેલે તેનું સમર્થન કર્યુ હતું.
ADVERTISEMENT
શંકર ચૌધરી વિધાનસભાનાં અધ્યક્ષ બન્યાં છે. સર્વાનુમતે શંકર ચૌધરીને અધ્યક્ષ બનાવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું કર્યુ સમર્થન કર્યું હતું. અને શંકર ચૌધરીની વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષની વરણી થતાં જ ગૃહમાં જયશ્રીરામના નારા લાગ્યા હતા.
ખેડૂતનો પુત્ર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બને તે લોકશાહીની તાકાત
અધ્યક્ષ બન્યા બાદ શંકર ચૌધરીએ કહ્યું કે એક ખેડૂતનો પુત્ર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બને તે લોકશાહીની તાકાત છે, આપણા વડીલોએ લોકશાહીની જે કલ્પના કરી હતી તે સાચી ઠરતી હોય તેવું લાગી રહ્યું છે.
અપક્ષ ધારાસભ્યોએ ભાજપને આપ્યો ટેકો
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળ્યા હતા. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કર્યો છે. ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
અત્યાર સુધીના અધ્યક્ષ
ADVERTISEMENT