‘માખી કરડે તો મધપૂડાને પણ અસર કરે’, થરાદમાં શંકર ચૌધરીની વિરોધીઓને સ્પષ્ટ ચેતવણી, જુઓ VIDEO

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની થરાદ બેઠકથી જંગી બહુમતીથી જીતનારા શંકર ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો એક વીડિયો હાલમાં સામે…

gujarattak
follow google news

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની થરાદ બેઠકથી જંગી બહુમતીથી જીતનારા શંકર ચૌધરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો એક વીડિયો હાલમાં સામે આવી રહ્યો છે. જેમાં તેઓ પોતાના મતવિસ્તારમાં મુલાકાત દરમિયાન વિરોધીઓને આકરા શબ્દોમાં ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ન્યૂઝિલેન્ડમાં દરિયામાં પડેલા અમદાવાદના બે યુવકોના ડૂબી જતા મોત, પત્નીની આંખ સામે જ પતિ તણાઈ ગયો

તોફાની તત્વોને કડક શબ્દોમાં શંકર ચૌધરીની સૂચના
થરાદના દુધવામાં શંકર ચૌધરીએ તાજેતરમાં મુલાકાત લીધી હતી અને આભાર દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે વિરોધીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈપણ આવારું તત્વો દ્વારા આગેવાન, કાર્યકર્તા કે પછી પ્રજાને તકલીફ પાડી તો કાયદો કાયદાનું કામ કરશે. જો પ્રેમ અને લાગણી રાખશો તો ચાર વખત નમીશ. પરંતુ કોઈ ડંડાઈ કરશે તો એની ભાષામાં જ કાયદો જવાબ આપશે. ખોટા અખતરા કરનારા ભૂલથી પણ આ અખતરા ન કરે. બાકી જો અખતરો કરે તો માખી કરડો તો મધપૂડાને પણ અસર કરે જોઈ લેજો.

આ પણ વાંચો: વડોદરામાં ઠંડીથી બચવા રૂમમાં તાપણું કરીને ઊંઘી જનારા દંપતીનું ગૂંગળામણથી મોત

‘હું બધાનું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ’
આ સાથે જ તેમણે પોતાની વાત પૂરી કરતા લોકોની સામે સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહી દીધું કે, હું આ બધું ધ્યાન પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ. આમ તેમણે પોતાના મત વિસ્તારમાં રહેલા તોફાની તત્વોને સ્પષ્ટ પણે સુધરી જવા કડક શબ્દોમાં સમજાવી દીધા હતા.

    follow whatsapp