અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ નક્કી કરવામાં આવી ગયું છે. જ્યારે બીજી બાજુ ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદગી કરાઈ છે. નોંધનીય છે કે શંકર ચૌધરી ભાજપના કદાવર નેતામાંથી એક છે. તેઓ એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરીના ચેરમેન પણ છે. તેવામાં ભાજપે તેમની મોટી જવાબદારી સોંપી દીધી છે. શંકર ચૌધરી હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદ સંભાળશે.
ADVERTISEMENT
શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ નેતા..
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરાઈ છે. આ દરમિયાન જોવા જઈએ તો તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકી એક છે. 1997માં બનાસકાંઠાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરીએ તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિરૂદ્ધથી ચૂંટણી લડી હતી. આ સમયે શંકર ચૌધરીની ઉંમર 27 વર્ષની હતી. જ્યારે બીજીબાજુ જોવાજઈએ તો 1998માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે રાધનપુર બેઠક પરથી ચૂંટાયા હતા.
ADVERTISEMENT