હિતેશ સુરતરિયા.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલી એક હોટલ ઉપર અસામાજિક તત્વો દ્વારા ગત રાત્રી દરમિયાન કાર લઇ આવી અજાણ્યા ચાર શખ્સોએ હવામાં ફાયરિંગ કર્યા બાદ હોટેલ ઉપર પાર્ક કરેલી ગાડીઓની તોડફોડ કરી હતી. સાથે જ આ આવારા તત્વોએ કારને આગ પણ લગાવી દીધી હતી. બે ઘડી આપણે ગુજરાતનું નહીં પણ કોઈ ક્રાઈમ સીટીનું દ્રશ્યો જોતા હોઈએ તેવો ભાસ થાય છે. આ ઘટનાના સીસીટીવી જોયા પછી તમે પણ આ ગુંડાઓની હિંમત અને પોલીસની ખાખી વર્દીની કિંમત બંને એક સાથે સમજાઈ જાય તો નવાઈ ના પામતા. આ મામલે જિલ્લા પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી તેમજ ફરિયાદ આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
રિવોલ્વરનો બટ મારતા કર્મચારી ઈજાગ્રસ્ત
શામળાજી નજીક આવેલા રતનપુર પાસે આવેલી અંબાર હોટેલ ઉપર સોમવારે રાત્રી દરમિયાન રાજસ્થાન બાજુથી એક સ્વીફ્ટ કાર લઇ અજાણ્યા ચાર શખ્સો આવ્યા હતા અને ત્યાર બાદ કાર માંથી ત્રણ શખ્સો નીચે ઉતાર્યા હતા. જે પૈકી એક શખ્સ પાસે હાથમાં રિવોલ્વોર હતી. જેને હવામાં બે રાઉન્ડ અને પ્રોવિઝન દુકાન આગળ કાઉન્ટર ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યારે અન્ય બે શખ્સોએ હોટેલ આગળ મુકેલી બે કાર પૈકી એક કારને તોડવાનો પ્રયાસ કરી કારને નુકસાના પહોચાડ્યું હતું. જ્યારે બીજા શખ્સે કારણે આગ લગાવી હતી. આ ઘટનામાં પ્રોવિઝન સ્ટોર ઉપર ફરજ બજાવી રહેલા એક કર્મચારીને માથામાં રિવોલ્વોરની મુઠ્ઠો મારતા ઇજાઓ થઇ હતી ત્યાર બાદ આ ચારેય શખ્સો ભાગી છૂટયા હતા.
UCCના અમલ પહેલા મહીસાગરમાં વિરોધનું વંટોળઃ ‘સરકાર સમાજ સાથે ચર્ચા કરે’
સમગ્ર મામલે હોટેલ માલિકે શામળાજી પોલીસને જાણ કરી હતી જે આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ તેજ કરી હતી. આજે જિલ્લા પોલીસ વડા સંજય ખારાત પણ ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ચાર અજાણ્યા ચાર શખ્સો સામે ગુનો નોંધી હુમલાનું કારણ તેમજ હુમલો કરનાર શખ્સોને સીસીટીવી આધારે ઝડપી પાડવા એલસીબી એસઓજી ટીમોને કામે લગાડી અને સમગ્ર ગુનાનો ભેદ જલ્દી ઉકેઇ કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે હવે આ શખ્સો ક્યાં સુધી પોલીસ પકડથી દૂર રહે છે તે જોવું રહ્યું, કારણ કે કાયદા અને વ્યવસ્થાનું સરેઆમ નાક કાપી ગયેલા આ શખ્સોને હવે કાયદાનું ભાન ક્યારે થશે તે પણ જરૂરી છે.
ADVERTISEMENT