Shah Rukh Khan પર ભડકી રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ, અચાનક અંબાણીના પ્રસંગમાંથી જતી રહી

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની (Anant-Radhika Pre Wedding)માં ત્રણેય ખાન એક સાથે જોવા મળ્યા હતા.

Anant-Radhika Pre Wedding

Shah Rukh Khan પર ભડકી રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પ્રી-વેડિંગ સેરેમનીમાં જોડાયા ત્રણેય ખાન

point

શાહરૂખ ખાનના કારણે સર્જાયો વિવાદ

point

શાહરુખ ખાન પર ભડક્યા રામચરણના ફેન્સ

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની (Anant-Radhika Pre Wedding)માં ત્રણેય ખાન એક સાથે જોવા મળ્યા હતા. હિન્દી સિનેમાના ઈતિહાસમાં જે ક્યારેય ન થઈ શક્યું, તે જામનગરમાં થયું. શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને સ્ટેજ પર એકસાથે પરફોર્મ કરીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ આ દરમિયાન શાહરૂખ ખાનના કેટલાક શબ્દોએ વિવાદ સર્જ્યો છે. સ્થિતિ એવી છે કે સાઉથ સિનેમાના દર્શકો શાહરૂખ ખાનથી ખૂબ નારાજ છે. હવે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટે પણ કિંગ ખાન પર આકરા પ્રહારો કર્યા છે. 

ઝેબા હસને કર્યો ખુલાસો

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની પર પોતાનું મૌન તોડ્યું છે. વાસ્તવમાં આ પ્રી-વેડિંગ ઈવેન્ટમાં રામ ચરણની સાથે તેમની મેકઅપ આર્ટિસ્ટ ઝેબા હસને પણ ભાગ લીધો હતો. પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં ઝેબાએ કહ્યું કે, હું શાહરૂખ ખાનની મોટી ફેન છું. પરંતુ તેમણે જે રીતે રામ ચરણને સ્ટેજ પર બોલાવ્યા, તે મને જરાય ન ગમ્યું.

શાહરુખ ખાને રામચરણનું અપમાન કર્યું?

પ્રી-વેડિંગ સેરેમની દરમિયાન ત્રણેય ખાને રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ RRR ના ગીત 'નાચો નાચો' પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાને સ્ટેજ પરથી રામ ચરણને પણ બોલાવ્યા હતા. માઈક હાથમાં લઈને શાહરૂખ ખાને કહ્યું- 'રામ ચરણ તું ક્યાં છું... બેન્ડ ઈડલી વડા રામચરણ ક્યાં છે તું?' શાહરૂખ ખાનનો આ અંદાજ ચાહકોને બિલકુલ પસંદ ન આવ્યો. રામ ચરણને 'ઈડલી' કહેવા બદલ શાહરૂખ ખાનની ઘણી ટીકા થઈ રહી છે. રામ ચરણના ચાહકોનું માનવું છે કે કિંગ ખાને રેસિસ્ટ ટિપ્પણી કરીને રામ ચરણનું અપમાન કર્યું છે.

ઝેબાએ વીડિયો શેર કર્યો 

રામ ચરણની મેકઅપ આર્ટિસ્ટ ઝેબાએ પણ શાહરૂખ ખાનનો આ વીડિયો શેર કર્યો છે. શાહરૂખ ખાનનો વીડિયો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતી વખતે ઝેબાએ કેપ્શનમાં લખ્યું- 'બેન્ડ ઈડલી વડા રામચરણ ક્યાં છું તું???' આ પછી હું બહાર ગઈ. રામ ચરણ જેવા સ્ટાર માટે આ ઘણું અપમાનજનક હતું. ઝેબાએ ઈન્સ્ટાગ્રામ પર બીજી એક નોટ શેર કરી હતી, જેને તેણે પછી ડિલીટ કરી દીધી હતી. ઝેબાએ લખ્યું, 'આ હાસ્યસ્પદ છે કે કેવી રીતે દરેક અમને ઓછા આંકવાનો પ્રયાસ કરે છે કારણ કે અમે દક્ષિણ ભારતમાંથી છીએ. પરંતુ જો એ જ કલાકાર દિલ્હી કે મુંબઈનનો રહેવાસી છે તો એ જ કામ માટે ત્રણ ગણા વધુ પૈસા આપવા માટે રાજી થઈ સંમત થઈ જાય છે.' જોકે થોડા સમય પછી ઝેબાએ ઈન્સ્ટાગ્રામ પરથી આ પોસ્ટ હટાવી દીધી હતી.

    follow whatsapp