શહેરા-લુણાવાડા હાઈવે પર ગંભીર અકસ્માત, કારનું પડીકું વળી ગયું; ચાલકનું ઘટનાસ્થળે મોત

પંચમહાલઃ ગુજરાતમાં અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે મોડાસાથી ડભોઈ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં વેગનર કાર ચાલક હનીફ ભાઈનું…

gujarattak
follow google news

પંચમહાલઃ ગુજરાતમાં અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે મોડાસાથી ડભોઈ જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં વેગનર કાર ચાલક હનીફ ભાઈનું ઘટનાસ્થળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ થઈ ગયો હતો. નોંધનીય છે કે આની સાથે અન્ય પાંચથી 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અત્યારે અન્ય લોકો સારવાર માટે હોસ્પિટલમાં છે. ચલો અકસ્માત કેવી રીતે થયો એના પર નજર કરીએ..

પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો..
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે મોડાસાના વતની હનીફભાઈ તેમની વેગનાર ગાડી લઈને પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. તેમની સાથે બે દીકરીઓ અને તેમની દીકરીનો પુત્ર પણ હતો. આ દરમિયાન શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલા પાલીખંડા ગામ પાસે કારને અકસ્માત નડ્યો હતો.

કાબૂ ગુમાવતા થયો ગંભીર અકસ્માત
રસ્તા પાસે હ્યૂન્ડાઈ ઓરા ગાડી ઉભી હતી. હનીફભાઈએ પોતાની વેગનાર ગાડીનો કાબૂ ગુમાવી દીધો હતો. ત્યારપછી તેમની વેગનાર પાછળથી હ્યૂન્ડાઈ ગાડીમાં અથડાઈ ગઈ હતી. આ કારણોસર બંને ગાડીની અંદર બેઠેલા 6થી 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ત્યારપછી 108 દ્વારા તમામને સારવાર હેઠળ લઈ જવાયા હતા. જ્યારે હનીફભાઈનું આ દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.

With Input: શાર્દૂલ ગજ્જર

    follow whatsapp