નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન દર વર્ષે કોંગ્રેસને ફટકા લાગ્યા છે. સતત રાજીનામાં પડ્યા છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની સ્થિતિ સતત બદલાતી રહી છે. ગુજરાતમાં વર્ષે 2017 બાદ 2018ને બાદ કરતાં દર વર્ષે ચૂંટણી યોજાઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લા 5 વર્ષમાં 17 ધાસસભ્યો ગુમાવ્યા જેમાથી 10 ધારાસભ્યો ફક્ત સૌરાષ્ટ્ર ઝોનના છે. ત્યારે ઝોન વાઇઝ સમીકરણ સતત બદલાઈ રહ્યું છે. 5 વર્ષ દરમિયાન કોંગ્રેસ સતત તૂટતી રહી અને ભાજપ સતત મજબૂત થતી રહી.
ADVERTISEMENT
2022માં જાણો ઝોન મુજબ સ્થિતિ
સૌરાષ્ટ્ર કચ્છ ઝોન
2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ નબળી રહી હતી પરંતુ 2022 આવતા આવતા ભાજપની સ્થિતિ મજબૂત થઈ ચૂકી છે. 2022ની સ્થિતિ મુજબ જોવામાં આવે તો આ ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 20 એનસીપી પાસે 1 બેઠક છે. તથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે. જ્યારે વિસાવદર બેઠકના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજીનામું ધરી દેતા આ બેઠક પણ ખાલી છે.
ઉત્તર ગુજરાત
આ ઝોનમાં કુલ 5 જિલ્લાઓ આવેલા છે જેમાં વિધાનસભાની 27 સીટ આવેલ છે. ભાજપ પાસે 11બેઠક છે. કોંગ્રેસ પાસે 12 બેઠક છે. અપક્ષ પાસે 1 બેઠક છે જયારે 3 બેઠક ખાલી છે જેમાં ઊંઝા બેઠકના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભિલોડા બેઠકના ધારાસભ્ય અનિલ જોષીયારાનુ અવસાન થયું છે જયારે ખેડાબ્રમ્હા બેઠકના ધારાસભ્ય અશ્વિન કોટવાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું ત્યારે ખેડાબ્રમ્હા બેઠક પણ ખાલી છે.
મધ્યગુજરાત
આ ઝોનમાં કુલ 9 જિલ્લાઓ આવે છે અને 66 બેઠકો આવેલી છે જેમાં 42 બેઠકો પર ભાજપ સત્તામાં છે અને 24 બેઠકો કોંગ્રેસના ફાળે છે.
દક્ષિણ ગુજરાત
આ ઝોનમાં કુલ 7 જિલ્લાની 35 બેઠકો છે અને દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો જોવા મળે છે. ભાજપ પાસે 27 બેઠકો છે કોંગ્રેસ પાસે 6 બેઠકો અને બીટીપી પાસે 2 બેઠકો છે.
ADVERTISEMENT