નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં હવા ઝેરીલી થઈ ચુકી છે. લોકોનું શ્વાસ લેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. જેને ધ્યાનમાં રાખતા સ્ટેજ-4 લાગુ કરી દેવાયું છે. ગંભીર બીમારીઓથી ગ્રસ્ત લોકો અને બાળકોને ઘરમાંથી બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન ગૌતમબુદ્ધ નગરમાં ધોરણ 1થી 8 સુધીની તમામ શાળાઓને 8 નવેમ્બર સુધી ઓનલાઈન ક્લાસ ચલાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અન્ય આ શહેરોની હાલત પણ ખરાબ
બીજી તરફ શક્ય હોય તો ધોરણ 9થી 12 સુધીના ક્લાસ પણ ઓનલાઈન ચલાવી શકાય છે. આ સાથે જ તંત્રએ આગામી આદેશ સુધી શાળાઓમાં તમામ આઉટડોર એક્ટીવિટી પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. આપને અહીં જાણકારી આપી દઈએ કે દિલ્હી-એનસીઆરમાં હાલના સમયમાં પ્રદૂષણની સ્થિતિ ખુબ ખરાબ સ્તર પર પહોંચી ચુકી છે. ગુરુવારે નોઈડામાં AQI-469 રહ્યો. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર રિયલ ટાઈમ AQI 500ના પાર પણ પહોંચી ચુક્યો હતો. DIUના ડેટા પ્રમાણે સવારે 8 વાગ્યે દિલ્હીમાં, 429, નોઈડામાં 383 અને ગુરુગ્રામમાં 399 AQI નોંધાયો હતો. દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર ભારતના અન્ય શહેરોની પણ હાલત ખરાબ છે. જયપુરમાં 220, લખનઉમાં 140, પટણામાં 198 AQI નોંધાયો છે.
AQIનું ગણિત જાણો
આપને જણાવી દઈએ કે શૂન્યથી 50 વચ્ચે AQIને સારો, 51થી 100 વચ્ચે સંતોષજનક, 101થી 200ને મધ્યમ, 201થી 300ને ખરાબ, 301થી 400ને ખુબ જ ખરાબ અને 401થી 500ને ગંભીર માનવામાં આવે છે. જ્યારે તેનાથી ઉપરની સ્થિતિ તો અત્યંત ભયાનક સ્થિતિ હોય છે જેમાં શ્વાસ લેવો મુશ્કેલ છે.
ADVERTISEMENT