પોરબંદરઃ રાણાવાવમાં સરકારી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે. ઓડિટ દરમિયાન કૌભાંડ સામે આવતા આ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ગોડાઉનમાં ઘઉ, ચોખા અને ખાંડના પ્રમાણનો કોઈ હિસાબ રાખવામાં આવ્યો નથી. તપાસ પછી હજુ જવાબદાર વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાઈ શકે છે. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ..
ADVERTISEMENT
આ પણ વાંચો…શું હવે ચા પણ મોંઘી થઈ જશે? પેપર કપ પર પ્રતિબંધના નિર્ણયની અસરો જાણો…
અનાજ કૌભાંડનો પર્દાફાશ
રાણાવાવમાં સરકારી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ગોડાઉનમાં એક કરોડના અનાજના જથ્થાનો યોગ્ય હિસાબ મળી રહ્યો નહોવાની માહિતી સામે આવી રહી છે. ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા જોવાજેવી થઈ છે. ગોડાઉનમાં ઘઉં, ચોખા અને ખાંડની માત્રાનો પણ કોઈ હિસાબ ચોપડે લખાયો ન હોવાનું પણ સામે ખુલી રહ્યું છે. અત્યારે પુરવઠા વિભાગની ટીમે ગોડાઉન સીલ કરી દીધું છે.
આ પણ વાંચો… વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ
તપાસ પછી કાર્યવાહી થઈ શકે
રાણાવાવમાં સરકારી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે. અહીં હજુ વધુ તપાસ કરવામાં આવી શકે છે. ત્યારે તપાસ પછી જવાબદારો વિરૂદ્ધ તપાસ કર્યા પછી ફરિયાદ દાખલ કરવાની કામગીરી હાથ ધરાઈ શકે છે. ઓડિટ કરાઈ રહ્યું હતું ત્યારે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચો… જો આ બિલ્ડિંગમાં મકાન હશે તો પાણી,ગટર અને વીજળી બધું કપાશે જાણો કેમ…
With Input: અજય શીલુ
ADVERTISEMENT