નવી દિલ્હી: મોરબી ઝુલતો પુલ તુટવાની તપાસ મામલે CBIની દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવા અને મૃતકોના પરિજનોને વધારે વળતર ચૂકવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે હાલમાં ઈનકાર કર્યો છે. CJIએ કહ્યું કે, આ ઘટનાની સ્વતંત્ર તપાસ પર ગુજરાત હાઈકોર્ટએ સુઓ મોટો કરીને સુનાવણી કરતી રહેશે. પરંતુ આ મામલા સાથે જોડાયેલી માંગ પર પહેલા ગુજરાત હાઈકોર્ટ સુનાવણી કરશે. જોકે કોર્ટે અરજીકર્તાઓ અને અન્ય કોઈ પીડિત પક્ષને સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ આવવાની અનુમતી આપી છે.
ADVERTISEMENT
અરજકર્તાઓને સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ આપ્યો?
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 2 લોકોના સંબંધી દિલીપ ચાવડાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણી માટે અપીલ કરી હતી. જોકે કોર્ટે તેમને હાલમાં કહ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટ પહેલાથી આ મુદ્દે સુનાવણી કરી રહી છે, તેઓ ત્યાં પોતાની માગણી રજૂ કરે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પણ અનુરોધ કર્યો છે કે, તે અરજીકર્તા દ્વારા ઉઠાવવામાં આવેલા આ મુદ્દાઓ પર પણ વિચાર કરે, જેમાં મામલાની સ્વતંત્ર તપાસ, નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી કાર્યવાહી, અજંતા મેન્યુફેક્ચરિંગના મોટા લોકો પર કાર્યવાહી, વળતર વધારવું સામેલ છે.
મોરબી દુર્ઘટનામાં 135 નિર્દોષોના મોત
નોંધનીય છે કે, 30 ઓક્ટોબરે સાંજે મોરબીમાં 140 વર્ષ જૂનો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો હતો. જેના કારણે મચ્છુ નદીમાં પડી જવાના કારણે 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે તેનાથી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ મોરબી નગરપાલિકાએ ઓરેવા ગ્રુપને આપ્યો હતો, જેણે બ્રિજનું સમારકામ કર્યા બાદ તેને કોઈપણ મંજૂરી વિના ખુલ્લો મુકી દીધો હતો.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT