સૌરાષ્ટ્ર હવે નારિયેળના વેપારમાં પણ અગ્રણી થશે! જાણો કેવી રીતે તાઉતે વાવાઝોડું તંત્રની આંખ ઉઘાડતું ગયું..

ભાર્ગવી જોશી/ જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં નારિયેળનું વધતુ જતુ ઉત્પાદનને જોતા ખેડૂતો માટે ખાસ કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાનિક ઓફિસ જુનાગઢ ખાતે શરૂ થવા જઈ રહી છે. ભારતમાં…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/ જુનાગઢઃ સૌરાષ્ટ્રમાં નારિયેળનું વધતુ જતુ ઉત્પાદનને જોતા ખેડૂતો માટે ખાસ કોકોનેટ ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાનિક ઓફિસ જુનાગઢ ખાતે શરૂ થવા જઈ રહી છે. ભારતમાં માત્ર કેરળમાં જ અત્યારસુધી આ બોર્ડ કાર્યરત હતું પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ આનું આગમન થઈ ગયું છે. નોંધનીય છે કે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને નારિયેળનો વેપાર કરવો સરળ રહેશે. હવે આ માર્ગ દર્શન પણ મળી શકે છે.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં નારિયેળનું ઉત્પાદન બંપર માત્રામાં થઈ રહ્યું છે. પરંતુ નારિયેળના વેપારમાં જોઈએ એવી માત્રામાં સફળતા મળી રહી નહોતી. જેથી ખેડૂતોએ કેરળની જેમ સૌરાષ્ટ્રમાં પણ કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડ હોવું જોઈએ એની માગ કરી છે. જેથ સૌરાષ્ટ્રમાં પણ નારિયેળના ઉત્પાદનમાં વધારો થઈ શકે. આનાથી નિકાસ પણ વધુ સારી એવી માત્રામાં થઈ શકે છે.

‘કોકોનટ ડે’ પર ઓફિસ શરૂ થશે
2 સપ્ટેમ્બરના દિવસે કોકોનટ ડે હોવાથી જુનાગઢમાં સ્થાનિક ઓફિસ શરૂ થશે. અહીંથી ખેડૂતોને નારિયેળના પાકનાં નિકાસથી લઈ પાકની ગુણવત્તાને કેવી રીતે વધારાય એના પર ધ્યાન આપવા સહિતના સૂચનો અપાશે. અત્યારસુધી જોવા જઈએ તો ખેડૂતોએ નારિયેળના છોડ કેરળથી મગાવવા પડતા હતા. પરંતુ હવે અહીં જુનાગઢથી જ છોડ સરળતાથી મળી જશે. આના મદદથી વાવણી, કાપણી તથા અન્ય ખાદ સહિતની માહિતી આ ઓફિસના અધિકારીઓ ખેડૂતોને સતત આપતા રહેેશે. જેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે અને એનાથી નિકાસમાં વધારો થશે.

કલેક્ટર રજિત રાજે આ અંગે જણાવ્યું કે આગામી 2 સપ્ટેમ્બરે કોકોનેટ ડે છે. આ અવસરે કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાનિક ઓફિસનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમારની ઉપસ્થિતિમાં થશે.

તાઉતે વાવાઝોડાએ તંત્રની આંખ ઉઘાડી
નોંધનીય છે કે જ્યારે તાઉતે વાવાઝોડુ આવ્યું હતું ત્યારે જુનાગઢમાં મોટી માત્રામાં નારિયેળના ઝાડ પડી ગયા હતા. પરંતુ બીજી બાજુ કેરળમાં આ દરમિયાન ઓછા ઝાડને નુકસાન પહોંચ્યું હતું. તેવામાં હવે સ્થાનિક કક્ષાએ આ બોર્ડ હોવાથી પાક અંતર્ગત સારા એવા પ્રમાણમાં મદદ મળી શકશે. અત્યારે સૌરાષ્ટ્રમાં નારિયેળના બંપર ઉત્પાદનમાં બોર્ડનો રોલ મહત્ત્વપૂર્મ જોવા મળશે. અહીં અત્યારે દરરોજ 70થી 80 ટ્રક નારિયેળના નિકાસ અર્થે સતત લાગેલા રહે છે. જેથી આગામી સમયમાં મગફળીની જેમ નારિયેળનો વેપાર પણ ઘણો વિકસશે.

    follow whatsapp