અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું. બીજા તબક્કાની 93 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન થયું છે. જોકે મતદાનની પ્રક્રિયા બાદ જુદા જુદા એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. ત્યારે ABP-C Voterના એક્ઝિટ પોલ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર આ વખતે મોટા ઉલટ ફેર થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર-કચ્છમાં થઈ રહ્યો છે ઉલટ ફેર
ABP-C Voterના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાંથી આ વખતે ભાજપના હાથમાં 38 જેટલા બેઠકો આવી રહી છે, જ્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને માત્ર 10 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે અને ગુજરાતની ચૂંટણીમાં આ વખતે જંપ લાવનારી આમ આદમી પાર્ટીને 5 જેટલી સીટો મળવાનું અનુમાન લગાવાયું છે, જ્યારે અન્યના ફાળે 1 સીટ આવી શકે છે.
2017ના પરિણામો શું હતા?
વર્ષ 2017ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે 30 બેઠકો રહી હતી, જ્યારે 23 બેઠકો ભાજપને મળી હતી અને 1 બેઠક અન્યના ફાળે રહી હતી. ત્યારે ABP-CVoterના એક્ઝિટ પોલના અનુમાન મુજબ કોંગ્રેસને મોટો ફટકો પડી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલી રહ્યું છે અને તેને 5 સીટ મળી રહી છે.
ADVERTISEMENT