અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પછી પણ અત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાવનગર પશ્ચિમમાં ભાજપના જીતુ વાઘાણી દ્વારા ખોટી પત્રિકાઓની વહેંચણી કરાવવાનો આક્ષેપ લગાવ્યો છે. AAPના રાજુ સોલંકીએ પણ આ અંગે ઘટસ્ફોટ કર્યો છે. રાજુભાઈના નામની ખોટી પત્રિકાઓ વાઈરલ થતા હોબાળો મચ્યો હતો. જોકે આની ફરિયાદ મોડી સ્વીકારાઈ અને એફ.આઈ.આરમાં ભાજપના હોદ્દેદારોના નામનો પણ ઉલ્લેખ ન થયો હોવાનો આક્ષેપ ગોપાલ ઈટાલિયા લગાવી રહ્યા છે. આની સાથે પક્ષપલટાના વાતાવરણ વિશે પણ તેમને મોટુ નિવેદન આપ્યું છે, ચલો આના પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
FIRમાં ભાજપના હોદ્દેદારોનો ઉલ્લેખ જ નહીં – ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ વાઈરલ પત્રિકા મુદ્દે કહ્યું કે FIR થઈ છે એમાં ભાજપના સગા સંબંધીઓના નામ નથી. પરંતુ પ્રિન્ટિંગમાં છે, છાપામાં કામ કરી રહ્યા છે એ લોકોના નામ નોંધાયા છે. વધુમાં ઈટાલિયાએ કહ્યું કે પોલીસને ભાજપનો ફોન આવ્યો હોય એમ લાગે છે. જેમને અમે ઘટનાસ્થળેથી પકડ્યા તેમના નામ પણ એફ.આઈ.આરમાં લખાયા નથી. વળી પ્રિન્ટિંગ વાળો તો એનું કામ કરે છે તમે એને રૂપિયા આપે એટલે એ છાપી દે છે. આ બતાવે છે કે આ બધા ભાજપના મળતિયાઓ જ લાગે છે. તપાસના અંતે અમારી વાત યોગ્ય લાગે તો ફરીથી ચૂંટણી થવી જોઈએ એવું રાજુ સોલંકીએ જણાવ્યું હતું.
અમારી ફરિયાદ મોડી સ્વીકારાઈ- ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે પર્દાફાશ થયો એ દિવસે જ અમે ફરિયાદ કરી દીધી હતી. પરંતુ ભાજપના દબાણના કારણે પોલીસે કોઈ કામગીરી હાથ ન ધરી હોવાનો ગોપાલ ઈટાલિયાએ આરોપ કર્યો હતો. આ ઘટના પહેલી તારીખની જ છે. બધા ભાજપના નેતાઓ છે અને તેમને તો કાયદો લાગૂ પડતો જ નથી. એ દિવસે મતદાનનો દિવસ હતો એટલે કાર્યકર્તાઓ મતદાન સારી રીતે થાય એના માટે બધા લાગેલા હતા. અમે પહેલી તારીખે ફરિયાદ લખીને આપી હતી એ 7 તારીખે નોંધાઈ હતી.
પક્ષપલટાની ચર્ચા પર ચુપ્પી તોડી..
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે 5 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની વાત અફવા છે. બધાએ સારી રીતે કામ ચાલુ કરી દીધું છે. તમામ ધારાસભ્યો અત્યારે લોક સંપર્ક સાધીને બેઠા છે.
ADVERTISEMENT