‘સારા-સારા…’ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહેલા Subman Gill સામે ફેન્સે બૂમો પાડી, VIDEO વાઈરલ

હૈદરાબાદ: ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં તોફાની ઈનિંગ્સ રમીને બેવડી સદી ફટકારી દીધી. તેની આ ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયાએ…

gujarattak
follow google news

હૈદરાબાદ: ભારતીય ટીમના સ્ટાર યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝિલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં તોફાની ઈનિંગ્સ રમીને બેવડી સદી ફટકારી દીધી. તેની આ ઈનિંગ્સની મદદથી ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વન-ડે સીરિઝની પહેલી મેચમાં ન્યૂઝિલેન્ડને 12 રનોથી હરાવી દીધું. હૈદરાબાદ વન-ડેમાં ગિલને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરાયો.

આ પણ વાંચો: અમદાવાદમાં મોજશોખ પૂરા કરવા પત્ની ‘વિકી ડોનર’ બની! 4 વર્ષે ભાંડો ફૂટતા પતિએ કરી પોલીસ ફરિયાદ

ગિલનો જૂનો વીડિયો વાઈરલ
બેવડી સદી ફટકાર્યા બાદ સોશિયલ મીડિયાથી લઈને ખેલ જગતમાં દરેક જગ્યાએ ગિલ જ ગિલ છવાયો છે. પરંતુ આ દરમિયાન ગિલનો એક એવો વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં ફેન્સ ‘સારા-સારા’ના નારા લગાવતા જોવા મળી રહ્યા છે. જોકે આ વીડિયો શ્રીલંકા સામેની પાછલી સીરિઝનો છે.

આ પણ વાંચો: 2 મોબાઇલ માટે આખા રાજ્યનું તંત્ર કામે લાગ્યું, NDRF-SDRF અને પોલીસનું સર્ચ ઓપરેશન

ગિલ સામે ફેન્સે ‘સારા-સારા’ની બૂમો પાડી
ગિલનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેણે વન-ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શુભમન ગિલ બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો છે. જ્યારે સ્ટેન્ડમાં બેઠેલા ફેન્સ ‘સારા-સારા’ના નારા લગાવી રહ્યા છે. તેના પર ગિલ કોઈ રિસ્પોન્સ નથી આપતો.

સારા અલી ખાન કે સારા ટેંડુલકર? ફેન્સ કન્ફ્યુઝનમાં
હવે ફેન્સ માટે આ કન્ફ્યૂઝન બન્યું છે કે આ સારા કોણ છે? બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની વાત થઈ રહી છે અથવા પછી ફેન્સ સચિન ટેંડુલકરની દીકરી સારા ટેંડુલકરની વાત કરી રહ્યા છે? કારણ કે શુભમન ગિલનું નામ આ બંને સારા સાથે અલગ-અલગ વખતે જોડવામાં આવ્યું હતું. જોકે ગિલને સારા અલી ખાન સાથે ઘણીવાર જોવામાં આવ્યો છે.

    follow whatsapp