Samantha ruth prabhu fitness: સાઉથની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક સમંથા રૂથ પ્રભુની (Samantha Ruth Prabhu) ઉંમર 36 વર્ષની છે, પરંતુ તેની ફિટનેસ જોતા આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. એક્શન હોય કે ડાન્સ, તે પોતાના શરીરનો એટલો લવચીક ઉપયોગ કરે છે કે લોકો તેને જોતા જ રહી જાય છે.
ADVERTISEMENT
માયોસાઇટિસ નામની બીમારીથી પીડિત હતી સમંથા
મને જણાવી દઈએ કે અભિનેત્રીએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કામમાંથી બ્રેક લીધો હતો.તે માયોસાઇટિસ નામની બીમારીથી પીડિત હતી અને આ બીમારીનું નિદાન થયા બાદ તેણે કામમાંથી બ્રેક લઇ સારવાર માટે વિદેશ ગઈ હતી. હવે તેના ફરી વર્કઆઉટની તસવીરો શેર કરી છે અને ફિટનેશ વિષે પણ ચર્ચા કરી છે.
સમંથાએ તેમના વજનની તસ્વીર શેર કરી
સમન્થાએ તાજેરતનો એક પોસ્ટ શેર કરી તેની ફિટનેશ અંગેનું રહસ્ય જણાવ્યું. તેણે ઇન્સ્ટગ્રામ પર એક ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, "હંમેશા સવારના સૂર્યની શોધમાં, શ્રેષ્ઠ પ્રકારની સવાર". આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સમુદ્ર અને હરિયાળીના વાતાવરણમાં જોવા મળી રહી છે. આ સિવાય એક એવો ફોટો તેને શેર કર્યો છે જેમાં તે તેની વજન દેખાડી રહી છે. તેનું વજન 50.1 કિલો છે અને 36 વર્ષની ઉંમરે તેની મેટાબોલિક ઉંમર 23 વર્ષની છે. તેના એકાઉન્ટમાં વર્કઆઉટના ઘણાબધા વીડિયો છે જેના કારણે તેણી આજ પણ ફિટ દેખાઈ રહી છે.
હેલ્થ પોડકાસ્ટ વિષે કરી વાત
થોડા સમય પહેલા, સામંથા રૂથ પ્રભુએ તેનું હેલ્થ પોડકાસ્ટ રજૂ કર્યું હતું. જેમાં તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે આ બીમારીનું નિદાન થયું તે પહેલાનું વર્ષ તેના માટે ઘણું મુશ્કેલ હતું. બે વર્ષની માંદગી અને તેના પતિથી અલગ થયા પછી, વર્ષ 2023 તેના માટે શાંતિથી ભરેલું હતું.
ADVERTISEMENT