Salangpur Temple: વિવાદનો અંત? ભીંતચિત્રો સુર્યોદય પહેલા હટાવવા તજવીજ, VHPની બેઠકમાં 5 ઠરાવ કયા?

Salangpur Temple: સાળંગપુર હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રોને હટાવી લેવાનો નિર્ણય આજે સંતો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આજે સંતો સાથે સરકાર અને વીએચપીના આગેવાનો સાથે પણ…

gujarattak
follow google news

Salangpur Temple: સાળંગપુર હનુમાનજીના વિવાદીત ભીંતચિત્રોને હટાવી લેવાનો નિર્ણય આજે સંતો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આજે સંતો સાથે સરકાર અને વીએચપીના આગેવાનો સાથે પણ મહત્વની બેઠકનો દૌર ચાલ્યો હતો. છેવટે હવે આ અંગે સંતોએ ભીંતચિત્રોને આવતીકાલના સૂર્યોદય પહેલા હટાવી લેવાશે તેવી જાહેરાત કરી છે. જોકે આ દરમિયાનમાં આવતીકાલની લીંબડી ખાતેની સંતોની બેઠક યથાવત રીતે થશે તેવું પણ જાણવા મળ્યું છે.

મુખ્યમંત્રીથી લઈ અન્ય દિગ્ગજોની બેઠક

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત સાળંગપુર હનુમાન મંદિર (Salangpur Temple) ખાતે મુકાયેલા વિવાદીત ભીંત ચિત્રોનો મામલો એવો ગરમાયો હતો કે હવે આ મામલો સરકારના દ્વાર સુધી પહોંચ્યો હતો. આ મામલાને લઈને આજે મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રયાદના સંતો દ્વારા બેઠક કરવામાં આવી હતી. વડતાલ તાબાના સંતોની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી. જેમાં પાંચ સંતો અને અન્ય મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ મુખ્યમંત્રીને ભીંત ચિત્રો આવતીકાલના સુર્યોદય સુધીમાં હટાવી લેવાશે તેવી ખાતરી આપી હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે.

આ અંગે સ્વામી પરમાનંદ દ્વારા જાહેરાત કરતા કહ્યું કે, ભીંતચિત્રો આવતીકાલના સૂર્યોદય પહેલા હટાવી લેવાશે. સમાજમાં સમરસ્તા સ્થાપવા માટે બેઠક કરાશે અને કોઈએ વિવાદાસ્પદ વાણી વિલાસ કરવો નહીં. આ વિવાદ પર પૂર્ણવિરામ લાવવા માટે પહેલા કરવામાં આવી છે.

કયા ઠરાવો કરાયા

આ દરમિયાન વીએચપીની બેઠકમાં કેટલાક ઠરાવ કરવામાં આવ્યા હતા. જેમાં દર્શાવાયું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનું જ એક અંગ છે તેવું વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજનો સ્પષ્ટ મત હતો. સંપ્રદાય ધર્મની પરંપરાઓ પૂજા, હિન્દુ આચરોનું આદરપૂર્વક પાલન કરે છે. સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોઈ કોઈની લાગણી દુભાવા માગતો નથી.

બીજો ઠરાવ, હવેનો સૂર્યોદય થાય તે પહેલા સાળંગપુર હનુમાનજીના મંદિર ખાતેના વિવાદીત ભીંતચિત્રો દુર કરી દેવામાં આવશે.
ત્રીજો ઠરાવ, સમરસ્તા જળવાઈ રહે તે માટે બધા જ મુદ્દાઓ અંગે આચાર્યો, સંતો સાથે પરામર્શ બેઠક ટુંક સમયમાં યોજાશે. દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય, સ્વામી સદાનંદ સરસ્વતી અને વડતાલ સંપ્રદાયના ગાદીપતી આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના આશીર્વાદ સાથે બેઠક યોજાશે.
ચોથા ઠરાવમાં જણાવ્યું છે કે, કોઈપણ વડીલ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ હવે વિવાદાસ્પદ વાણી વિલાસ કરવાનો નથી.
અન્ય એક ઠરાવમાં કહ્યું છે કે, વિવાદનો ઉકેલ લાવવા સક્રિય પહેલ થઈ છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો નહીં કરે.

નૌતમ સ્વામી પછી હવે અખિલ ભારતીય સંત સમિતિના નવા અધ્યક્ષ કોણ? અમેરિકાથી અવિચલદાસ મહારાજનું નિવેદન- Audio

વિવાદમાં કેટલાક સંતો, ભક્તો સહિત ઘણાઓ થયા હતા બેફામ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી Salangpur Temple ખાતે કિંગ ઓફ સાળંગપુર નામથી ફેમસ થયેલી મોટી હનુમાનજીની પ્રતિમા પાસે લગાવાયેલા ભીંતચિત્રોનો વિવાદ જામ્યો છે. આ વિવાદમાં સનાતન ધર્મના સંતો અને અન્ય હનુમાનજીના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચી હતી. આ ભીંતચિત્રોમાં હનુમાનજી ભગવાન સ્વામિનારાયણને પ્રણામ કરતા અને સ્વામિનારાયણ ભગવાન તેમને આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં બતાવાયા હતા. જેને લઈને નારાજગી જોવા મળી હતી. આ મામલો હવે સરકારના બારણા સુધી પહોંચ્યો છે. ક્યાંય મારવા અને મરવાની, લોહી વહેવડાવવા સુધીની વાતો થવા લાગી હતી. એક તબક્કે તો સંતોએ એવી જીભ હલાવી નાખી હતી કે જાણે ગુજરાતમાં કાયદા વ્યવસ્થા છે તેનું તેમને ભાન પણ ન્હોતું. આવી વિકટ સ્થિતિ ઊભી થયા પછી હવે આ મામલામાં સરકારનો હસ્તક્ષેપ જોવા મળ્યો છે. આ મામલે મીડિયા અહેવલો પ્રમાણે સંતો અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ અહેવાલમાં કહેવાયું છે કે, સંતોએ આખરે આ મામલામાં સનાતન ધર્મના સંતોની માગણીને ધ્યાને રાખીને આજ રાત્રી સુધીમાં ભીંતચિત્રો હટાવી લેવાની માગનો સ્વીકાર કર્યો છે અને આજ રાત સુધી આ ભીંતચિત્ર હટાવી દેવાશે. આ ઉપરાંત સનાતન ધર્મના સંતોની જેટલી અન્ય માગણીઓ છે તેને લઈને વધુ ચર્ચાઓનો દૌર ચાલ્યો છે. હાલ પુરતા ભીંતચિત્રો પર સહમતી બની છે. જોકે હજુ આ મામલામાં સત્તાવાર નિવેદન સામે આવે તેની રાહ જોવાઈ રહી છે.

    follow whatsapp