નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોમાં સતત આવી રહેલા પરિવર્તન વચ્ચે ભારતે ડોલરના બદલે ચીની કરન્સી યુઆનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર ભારતીય રિફાઇનર રશિયાથી આવી રહેલા કાચા તેલનું કેટલુક પેમેન્ટ હવે ડોલરના બદલે ચીનની કરન્સી યુઆનમાં કરવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
સમાચાર અંગે અવગત સુત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે, રશિયા પર લાગેલા પશ્ચિમી પ્રતિબંધોના કારણે ભારતીય રિફાઇનરને એવું કરવું પડી રહ્યું છે. રશિયાએ ગત્ત વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદથી અત્યાર સુધી પૂર્વી યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે અમેરિકાની આગેવાનીમાં પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક મોટા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધોના કારણે ભારતીય રિફાઇનર રશિયન કાચા તેલનું પેમેન્ટ ડોલરમાં નથી કરીશકતા.
વૈશ્વિક વ્યાપારમાં આ ફેરફાર
રશિયા પર લાગેલા પ્રતિબંધોની અસર છે કે, વૈશ્વિક વ્યાપારમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. રશિયા હાલ ભારત માટે કાચા તેલનું સૌથી મોટુ સપ્લાયર બની ચુક્યું છે. ભારત તેનું સૌથી મોટુ ખરીદદાર બની ચુક્યું છે. સાથે સાથે રશિયા હવે ચીનનું પણ સૌથી મોટુ સપ્લાયર બની ચુક્યું છે. બીજી તરફ ભારત બાદ ચીન રશિયાના કાચા તેલનું સૌથી મોટું ખરીદદાર છે.
યુઆનને પ્રમોટ કરી રહ્યું છે ચીન
ભારતીય રિફાઇનર રશિયન કાચા તેલનું કેટલુક પેમેન્ટ યુઆનમાં એવા સમયે કરી રહ્યા છે, જ્યારે ચીન પોતાની કરન્સીને નવી ગ્લોબલ કરન્સી તરીકે પ્રચારિત કરી રહ્યું છે. ડોલર લાંબા સમયથી ગ્લોબલ કરન્સીની ભુમિકામાં છે. જો કે હાલની સ્થિતિમાં ડોલરનો દબદબો ઘટી રહ્યો છે. રશિયા પર પ્રતિબંધોથી પણ ડોલરનો દબદબો ઘટી ચુક્યો છે, જ્યારે યુઆનનું મહત્વ વધી રહ્યું છે.
આ કંપનીએ કર્યું પેમેન્ટ
ભારત સરકારના એક સુત્રે રોયટર્સને જણાવ્યું કે, જો બેંક ડોલરમાં ટ્રેડ સેટલ નથી કરતા તો કેટલાક રિફાઇનર તેમને યુઆન જેવી બીજી કરન્સીમાં પેમેન્ટ કરી રહ્યા છે. સુત્રોનું કહેવું છે કે, સૌથી પહેલા આ કામ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જુનમાં કર્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે, ભારતની ઓછામાં ઓછી 2 પ્રાઇવેટ રિફાઇનર કંપની પણ યુઆનમાં પેમેન્ટ કરી રહી છે. ભારતમાં હાલ ત્રણ રિફાઇનર કંપનીઓ છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, નાયરા એનર્જી અને એચપીસીએલ મિત્તલ એનર્જી લિમિટેડ.
ADVERTISEMENT