રાજકોટ: બિહારના શિક્ષણ મંત્રીનો વિવાદિત નિવેદનનો વીડિયો સામે આવ્યો છે. શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે ‘રામ ચરિત માનસ’ને નફરત ફેલાવનાર ગ્રંથ ગણાવ્યો છે. પટણામાં નાલંદા ઓપન યૂનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે રામ ચરિત માનસને સમાજને વહેચનારો ગ્રંથ ગણાવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાતમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલે વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ.
ADVERTISEMENT
બિહારના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદન મામલે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. વિજય રૂપાણીએ કહ્યું કે, બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ.
જાણો શું કહ્યું વિજય રૂપાણીએ
બિહારના શિક્ષણમંત્રીના વિવાદિત નિવેદનને લઈ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભગવાન રામે સામાજિક સમરસતાથી કામ કર્યું છે. વાનરોથી લઈ આદિવાસી, વનવસો, દલિતો થી લઈ રાજાને જોડી રામ રાજ્ય, અને ગાંધીજી પણ રામ રાજ્યની વાત કરતાં હતા. રામ ચરિત માનસ સામાજિક સમરસતાનો મોટો ગ્રંથ છે. રામ ચરિત માનસ માંથી જ રામ રાજ્યની કલ્પના ઊભી થઈ છે. બિહારના શિક્ષણ મંત્રી આવું બોલી નફરત ફેલાવી રહ્યા છે. આવા શિક્ષણમંત્રીને મુખ્યમંત્રીએ દૂર કરવા જોઈએ. અને તેમને માફી મંગાવી જોઈએ
આ પણ વાંચો: ભોપાલ ગેસ લિકેજ કાંડની ભરૂચમાં યાદ થઈ તાજી, સંજાલી ગામના લોકો જીવ બચાવવા ગામ છોડી હાઇવે પર દોડી આવ્યા
મંત્રી પોતના નિવેદન પર મક્કમ
નિવેદન આપ્યા બાદ જ્યારે બિહારના શિક્ષણ મંત્રીને આ અંગે પુછવામાં આવતા તેમણે રામચરિત માનસ અંગે કહેલા પોતાના શબ્દો સાચા જ હોવાની પોતાના નિવેદન પર અટલ છે તેવું પણ જણાવ્યું હતું. દીક્ષાંત સમારોહ બાદ શિક્ષણમંત્રી ચંદ્રશેખરે તેમના રામચરિતમાનસ અંગે અપાયેલા પોતાના નિવેદન અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મનુસ્મૃતિમાં સમાજની 85 ટકા વસ્તીના એક મોટા તબક્કા વિરુદ્ધ ગાળો આપવામાં આવી છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખવામાં આવ્યું છે કે, નીચી જાતીના લોકોને શિક્ષણ ગ્રહણ કર્યા બાદ સાપ જેવા ઝેરી થઇ જાય છે. આ નફરત ફેલાવનારો ગ્રંથ છે.
ADVERTISEMENT