Rule Change: LPG સિલિન્ડરથી લઈને FASTag કેવાયસી સુધી...આજથી દેશમાં થયા આ 5 મોટા ફેરફાર

Gujarat Tak

01 Mar 2024 (अपडेटेड: Mar 1 2024 10:04 AM)

Rule Change: દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો થાય છે, ત્યારે આજે 1 માર્ચ 2024થી પણ કેટલાક નિયમો બદલાયા છે.

Rule Change

GSTથી લઈને ફાસ્ટેગ સુધી આજથી બદલાયા આ 5 મોટા નિયમો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

1 માર્ચ 2024થી પણ કેટલાક નિયમો બદલાયા

point

સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર

point

કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

Rule Change: દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા ફેરફારો થાય છે, ત્યારે આજે 1 માર્ચ 2024થી પણ કેટલાક નિયમો બદલાયા છે. જે તમારા ઘરના રસોડાના બજેટથી લઈને રસ્તા પર ગાડીના ડ્રાઈવિંગ સાથે સંબંધિત છે. એટલે કે આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકો પર પડશે. આ અંતર્ગત પહેલી તારીખથી LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે, તો FASTag KYCની લાસ્ટ ડેટ ખતમ થઈ ચૂકી છે. ચાલો જાણીએ આ સિવાય દેશમાં આજથી શું-શું બદલાયું છે...

LPG સિલિન્ડરની કિંમત વધી 

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરે છે, ત્યારે  1 માર્ચથી કંપનીઓએ ફરી એકવાર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. એટલે કે માર્ચના પ્રથમ દિવસે મોંઘવારીનો જોરદાર ફટકો લાગ્યો છે.  આ સતત બીજો મહિનો છે જ્યારે 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

IOCLની વેબસાઈટ અનુસાર, 1 માર્ચથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર(Delhi LPG Cylinder Price) 1769.50 રૂપિયાને બદલે 1795 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં આ સિલિન્ડર હવે 1887 રૂપિયાથી વધીને 1911 રૂપિયાનો થઈ ગયો છે. મુંબઈની વાત કરીએ તો કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1723 રૂપિયાથી વધારીને 1749 રૂપિયા કરી દેવામાં આવ્યો છે, જ્યારે ચેન્નાઈમાં જે સિલિન્ડર અત્યાર સુધી 1927 રૂપિયામાં મળતો હતો તે હવે 1960.50 રૂપિયા થઈ ગયો છે. જોકે, આ વખતે પણ 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

FASTag KYCની ડેડલાઈન ખતમ 

દેશમાં 1 માર્ચથી બીજો ફેરફાર રોડ પર વાહન ચલાવનારાઓ માટે છે. વાસ્તવમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ FASTag KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને આ સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. આ સાથે તમને જણાવી દઈએ કે આ સમાચાર લખાયા ત્યાં સુધી આ ડેડલાઈન એટલે કે છેલ્લી તારીખ લંબાવવાની કોઈ સૂચના બહાર આવી નથી. એટલે કે, NHAI ફાસ્ટેગ કેવાયસી અપડેટ માટે સમયમર્યાદા લંબાવશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે અથવા જો KYC પ્રક્રિયા પૂર્ણ ન થાય તો તેને નિષ્ક્રિય કરી શકાય છે. 

GSTના નવા નિયમો

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 1 માર્ચ 2024થી GSTના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત હવે 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ઈ-ઈનવોઈસ (E-Invoice) વગર ઈ-વે બિલ ઈશ્યુ કરી શકશે નહીં. સરળ શબ્દોમાં સમજીએ તો જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ. 5 કરોડથી વધુ છે તેઓ તમામ B2B લેવડદેવડ માટે ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના ઈ-વે બિલ જાહેર કરી શકશે નહીં. GST સિસ્ટમ હેઠળ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ મોકલવા માટે ઈ-વે બિલ જરૂરી છે.

SBI ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિને SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે વધુ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમો આ મહિનાની 15 માર્ચથી લાગુ થશે. આ અંતર્ગત SBI તેના મિનિમમ ડે બિલ કેલક્યુલેશનના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જોકે, તેની વિગતવાર માહિતી એસબીઆઈ દ્વારા યુઝર્સને મેઇલ દ્વારા આપવામાં આવશે.

14 દિવસે નહીં ખુલે બેંક 
 

ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને તહેવારોથી ભરપૂર મહિનો (માર્ચ 2024) શરૂ થઈ ગયો છે. આ મહિને બેંકોમાં જતા લોકો માટે મોટા સમાચાર છે કે આખા મહિનામાં 14 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય એટલે કે બેંકમાં રજા હશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ બેંક હોલિડે ઇન માર્ચ લિસ્ટને જોઈને ઘરની બહાર નીકળો. વાસ્તવમાં, આ મહિને બેંકો મહાશિવરાત્રીથી હોળી અને ગુડ ફ્રાઈડે સુધી તમામ અવસર પર બંધ રહેશે.

    follow whatsapp