અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલયે તોડફોડ, ટિકિટ વેચવાના આક્ષેપ સાથે ભરતસિંહના પોસ્ટરો સળગાવાયા

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીઓમાં કકળાટ સામે આવી રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નવી યાદીને…

gujarattak
follow google news

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીઓમાં કકળાટ સામે આવી રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની નવી યાદીને લઈને કકળાટ થયો છે. અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને ફરીથી રીપીટ કરાતા કોંગ્રેસના જ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના અમદાવાદ કાર્યાલય ખાતે નારાજ કાર્યકરોએ તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીનો વિરોધ કર્યો હતો તેમના પોસ્ટરો ફાડ્યા હતા.

ભરતસિંહ સોલંકી પર ટિકિટ વેચવાનો આક્ષેપ
અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નારાજ કાર્યકરોએ નેમ પ્લેટ તોડી નાખી હતી અને ઈમરાન ખેડાવાલાનો જમાલપુર બેઠક પરથી મેન્ડેટ રદ કરવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ ભરતસિંહ સોલંકી પર ટિકિટ કૌભાંડનો આરોપ લગાવ્યો છે અને જાણી જોઈને આ બેઠક ભાજપની જોળીમાં નાખી દેવાનો આક્ષેપ કરાયો છે.

NSUIના કાર્યકરો દ્વારા કાલથી જ વિરોધ
નોંધનીય છે કે, ગઈકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાતા જ વિરોધના સૂર ઉઠ્યા હતા. જમાલપુર-ખાડીયા બેઠક પર ઈમરાન ખેડાવાલાને રિપીટ કરાતા NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત નારાયણ ભરવાડ, સંજય સોલંકી સહિતના કાર્યકરોએ રાજીનામા પણ આપી દીધા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રાજીનામા ધરી દીધા હતા.

    follow whatsapp