અમદાવાદ: મોરબીમાં 1 મહિના પહેલા ઝુલતો બ્રિજ તુટી પડવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. દુર્ઘટનાના બે દિવસ બાદ PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલ તથા મચ્છ નદીમાં બ્રિજ તૂટ્યો તે સ્થળે જઈને નિરીક્ષણ કર્યું હતું. જોકે તેમની મુલાકાત બાદ એક ગુજરાત ન્યૂઝપેપરનું કટિંગ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું. જેમાં લખ્યું હતું કે PMની મોરબી મુલાકાત પહેલા રૂ.30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
TMCના પ્રવક્તાએ ટ્વીટ કરીને દાવો કર્યો
તૃણમુલ કોંગ્રેસના નેશનલ પ્રવક્તા સકેત ગોખલેએ એક ગુજરાતી ન્યૂઝપેપરના કટિંગનો સ્ક્રીનશોટ ટ્વીટ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત પાછળ રૂ.30 કરોડના ખર્ચ, RTIમાં ખુલાસો. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, PMની મોરબી મુલાકાતના કલાકો પહેલા જ રૂ.30 કરોડનો ખર્ચ કરાયો. જેમાંથી 5.5 કરોડ સ્વાગત, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે ખર્ચાયા. 135 લોકો મૃત્યુ પામ્યા દરેકને રૂ.4 લાખનું વળતર એટલે રૂ.5 કરોડ. PMના ઈવેન્ટ મેનેજમેન્ટ અને PRનો ખર્ચ 135 લોકોના જીવનથી વધુ છે.
ફેક્ટ ચેકમાં શું ખુલાસો થયો?
જોકે તેમના આ દાવા પર PIB Fact Check દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ RTIના માધ્યમથી કહેવામાં આવેલી વાત ખોટી હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકારની કોઈ RTIનો જવાબ આપવામાં આવ્યો ન હોવાનું PIB દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
ભાજપે પણ દાવો ખોટો બતાવ્યો
બીજી તરફ ગુજરાત ભાજપ તરફથી પણ સકેત ગોખલેના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેને ફેક ગણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત ભાજપે ટ્વીટ કરીને લખ્યું કે, આ સમાચાર ખોટા છે, આવી કોઈ RTI કરવામાં આવી નથી કે આવા સમાચાર છપાયા પણ નથી અને આ કટિંગ ઉજપાવી કાઢેલું છે. TMC પાર્ટી ખોટી છે.
ADVERTISEMENT