અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન આજે આ દરમિયાન મદાવાદમાં ગુજરાત તક દ્વારા યોજાયેલા ગુજરાત બેઠક કાર્યક્રમ યોજાયો છે. જેમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ સંવેદનશીલ સરકાર સૂત્રને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે જે બાળકો અનાથ થયા છે તને તમે ફક્ત 3000 રૂપિયા આપો છો? 3000 રૂપિયામાં બાળકોના સ્કૂલની યુનિફોર્મ પણ નહીં આવે. કેવીસંવેદનશીલ સરકાર છે.
ADVERTISEMENT
મોરબી મામલે હાઇકોર્ટે કહ્યું કે જે બાળકો અનાથ થયા છે તને તમે ફક્ત 3000 રૂપિયા આપો છો? 3000 રૂપિયામાં બાળકોના સ્કૂલની યુનિફોર્મ પણ નહીં આવે. કેવી સંવેદનશીલ સરકાર છે. પહેલા તો તમે કોઈ એક્શન નથી લીધી. જે જવાબદાર છે તેને પર કઈ થયું નથી. અને જે બાળકો અનાથ થયા છે તેને તમે 3000 રૂપિયા આપી મજાક કરી રહ્યા છો? તેનો કોઈ જવાબ નથી?
સંકલ્પ પત્રમાં મોરબીનું નામ નથી
કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ મોરબી મામલે ભાજપને ઘેરતા કહ્યું કે આજે આટલી મોટી સરકાર છે. મે ઘણી વાર પૂછ્યું કે, સંકલ્પ પત્રમાં મોરબીનું નામ નથી? તેને ખબર નથી કે ક્યારે એક્શન લેવામાં આવશે. મે ઘણી વખત પૂછ્યું કે તમે તારીખ બતાવો. તમે કહો છો કે સંવેદનશીલ સરકાર છો તો સંવેદના બતાવો તો ખરા. મોરબી મામલે કેમ રાજકારણ કરી રહ્યા છો. એક્શન લ્યો. તમારો સાચો ચહેરો મોરબી ઘટનામાં સામે આવ્યો.
ડબલ એન્જિન સરકાર પર કર્યા પ્રહાર
રોહન ગુપ્તાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ડબલ એન્જિનની સરકાર છે. તો આ કેવું ડબલ એન્જિન છે જેને 27 વર્ષમાં ગુજરાતનું ખાલી ડીઝલ ખાધું છે. આ કેવું એન્જિન કે ત્રણ વખત બદલવું પડ્યું. ખરાબ થઈ ગયું. વધુ ડીઝલ ખાય છે અને કોંગ્રેસના ડબ્બાની જરૂર પડે છે. 20 ડબ્બા કોંગ્રેસના જોડાઈ ચૂક્યા છે. 40 ભાજપ ડબ્બા નીકળી ગયા. આ કેવી ટ્રેન છે.
ADVERTISEMENT