અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ સતત ગરમાયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન મદાવાદમાં ગુજરાત તક દ્વારા યોજાયેલા ગુજરાત બેઠક કાર્યક્રમ યોજાયો છે. જેમાં કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હું ચેલેન્જ કરું છું કે એક પણ મુદ્દા પર ચર્ચા કરી લે. 2017માં કોઈ પણ મુદ્દા પૂર્ણ કર્યા છે?
ADVERTISEMENT
રોહન ગુપ્તાએ ભાજપના મેનિફેસ્ટ્રો પર સવાલ કરતાં કહ્યું કે ભાજપ કહી રહ્યું છે કે અમારું સંકલ્પ પત્ર જનતાના અવાજ થી બને છે અને અમે જે વાત કરી છીએ તે પૂર્ણ કરી કરીએ છીએ. ત્યારે 2017માં કહ્યું હતું કે મહિલાઓને એજ્યુકેશન ફ્રી આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી બનાવવામાં આવશે. યુવાઓને રોજગાર માટેની સ્કીમ લઈને આવશું. ત્યારે હું ચેલેન્જ કરું છું કે એક પણ મુદ્દા પર ચર્ચા કરી લે. 2017માં કોઈ પણ મુદ્દા પૂર્ણ કર્યા છે?
2017ના સંકલ્પ પત્રની વાત પૂર્ણ થઈ નથી
ખેડૂતની આવક ડબલ કરવાનો વાયદો કર્યો હતો. પણ કઈ જ થયું નથી. ખુદ જ કહી રહ્યા છે કે અમારો સનકલ્પ પત્ર અમે જનતાના અવાજથી તૈયાર કરી રહ્યા છીએ. ટો 5 વર્ષ પહેલાના સંકલ્પ પત્ર ની વાત પૂરી નથી થઈ તો જનતા પાસે કઈ રીતે જઈ શકો છો? 27 વર્ષથી જ્યારે સત્તા પર હોય ત્યારે અનેક મુદ્દા હોય કામ દર્શાવવાના. ગુજરાતની જનતાએ શું મેળવ્યું તે વાત કરો.
ડબલ એન્જિન સરકાર પર કર્યા પ્રહાર
તમે કહો છો કે ડબલ એન્જિનની સરકાર છે. તો આ કેવું ડબલ એન્જિન છે જેને 27 વર્ષમાં ગુજરાતનું ખાલી ડીઝલ ખાધું છે. આ કેવું એન્જિન કે ત્રણ વખત બદલવું પડ્યું. ખરાબ થઈ ગયું. વધુ ડીઝલ ખાય છે અને કોંગ્રેસના ડબ્બાની જરૂર પડે છે. 20 ડબ્બા કોંગ્રેસના જોડાઈ ચૂક્યા છે. 40 ભાજપ ડબ્બા નીકળી ગયા. આ કેવી ટ્રેન છે.
ADVERTISEMENT