હિરેન રવૈયા, અમરેલી: પોલીસે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દ્વારા લગ્ન વાંછુક પાસેથી લગ્ન કરાવી રોકડ અને ઘરેણા પડાવવામાં આવ્યા હતા.. પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ગેંગના ભાંડો ફોડી તેના સભ્યોને ઝડપી પાડ્યા છે. ખોટા નામો ધારણ કરી લગ્નના નામે પૈસા ખંખેરતી લુટેરી દુલ્હન ટોળકીને પોલીસે આબાદ રીતે ઝડપી લીધી છે. કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સાવરકુંડલામાં ગુન્હાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. આ ગેંગે પોતાના આર્થિક ફાયદા માટે લગ્નની લાલચ આપી આરોપીઓએ પોતાના નામ જયોતીબેન તથા હંસાબેન જેવા ખોટા નામો ધારણ કરી યુવાન સાથે લગ્ન ફૂલહાર કરી અને લગ્ન પેટે રૂ.90,000/- ની રકમ લીધી હતી. અને લગ્નની છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુન્હોકર્યાની ફરિયાદ નોંધાઇ હતી.
હિસ્ટ્રી શિટર ઝડપાયા
આ ઘટનાને લઈ પોલીસે થોરડીના કિશોર મગનભાઇ મકવાણા તથા નવસારીના જ્યોતી ઉર્ફે ફરઝાનાબાનુ તથા મૂળ મહારાષ્ટ્ર અને હાલ સુરત રહેતા તાહેરા ઉર્ફે મુસ્કાન ઉર્ફે કાજલ ની પણ ધરપકડ કરી હતી. પકડાયેલ ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
આ પણ વાંચો: લોકસભાની ચૂંટણી પહેલા નૌતમ સ્વામીનો વધુ એક વિડીયો વાયરલ, જાણો શું કહ્યું દેશની સત્તાને લઈને
આ છે ગેંગના માસ્ટરમાઈન્ડ
આ ગેંગ દ્વારા લગ્ન કરાવી આપવાના બહાને લગ્ન વાંછુક યુવકો પાસેથી લગ્ન કરવાના બહાને તેની પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા. બાંહેધરી આપી અને ફૂલહાર લગ્ન કરાવતા હતા અને બાદમાં વિશ્વાસમાં છેતરપિંડી કરવામાં આવતી હતી. આ પદ્ધતિથી આ ગેંગ કાવતરું રચીને લગ્ન વાંછુકોને ફસાવી નાણાં હેઠી લેવાની પ્રવૃતિઓ કરતા હતા. આ ગેંગમાં કિશોર તથા મુસ્કાન ઉર્ફે કાજલ એ બંને માસ્ટરમાઈન્ડ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT