વીરેન જોશી, મહીસાગર:ચૂંટણી પહેલા મુખ્યમંત્રી તૂટેલા રોડ ચકચકિત કરવા માટે કરોડો રૂપિયા ફાળવ્યા તો બીજી તરફ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનેલો રોડ થોડાજ સમયમાં ઠેર ઠેર ક્ષતિગ્રસ્ત થયો છે, ગાબડાં પડ્યા છે. રોડ મામલે જવાબદાર કોન્ટ્રાક્ટકરના સમર્થનમાં બોલ્યા મહીસાગર જિલ્લા આર એન્ડ બી પંચાયતના કાર્યપાલક ઈજનેર મેહુલ ભટ્ટ, તેમણે દોષનો ટોપલો ખેતર પર ઢોળ્યો છે.
ADVERTISEMENT
ક્ષતિગ્રસ્ત રોડ માટે જવાબદાર કોન્ટ્રાક્ટકરના સમર્થનમાં બોલ્યા મહીસાગર જિલ્લા આર એન્ડ બી પંચાયતના કાર્યપાલક ઈજનેર મેહુલ ભટ્ટે કહ્યું કે, રોડની બન્ને બાજુમાં આવેલ ખેતરો તેમજ તેમાં થતો ડાંગરનો પાક, કાળી માટી તેમજ ખેતરોમાં ભરાઈ રહેતા પાણી રોડ તૂટવા માટે છે જવાબદાર છે. તો સવાલ એ ઉભો થાય છે કે રોડ બનાવતા પહેલા સોઈલ ટેસ્ટ કર્યો નહિ હોય? જમીનની મજબૂતાઇ જોવામાં નહિ આવી હોય?
નોન ટેક્નિકલ કારણ ધર્યું આગળ
થોડાજ મહિના પહેલા દલખુડિયા થી સોનેલા થી લુણાવાડા અમદાવાદ હાઇવેને જોડતો બે કિલોમીટરનો રોડ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બનાવવામાં આવ્યો હતો. આ રોડ પર પ્રથમ ચોમાસામાંજ ઠેર ઠેર ખાડા પડી ગયા છે. અને રોડ પણ બેસી ગયો છે. ત્યારે આર એન્ડ બી પંચાયતના કાર્યપાલક ઈજનેર મેહુલ ભટ્ટ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટકરના બચાવમાં નોન ટેક્નિકલ કારણ બતાવી કોન્ટ્રાક્ટકરનો કાંઈક ને કાંઈક બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
ઉઠયા સવાલ
આ નવીન બનેલ રોડ લુણાવાડા અમદાવાદ હાઇવે સાથે જોડતો રોડ છે. આ રોડ જ્યાં જોડાય છે તે મુખ્ય રોડની બન્ને બાજુ પાંચ કિલોમીટર સુધી ખેતરો અને ક્યારીની જમીન આવેલી છે. તેમાં પણ ડાંગરનો પાક થાય છે તો પણ મુખ્ય રોડ ક્ષતિગ્રસ્ત થયો નથી તો આ નવીન બનેલ રોડ ને કેમ થયો ક્ષતિગ્રસ્ત એ પણ એક સવાલ છે.
એક તરફ સરકાર દ્વારા ઝડપી અને સુરક્ષિત ટાન્સપોટેશન થઈ શકે તે માટે સારા અને મજબૂત રસ્તા બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટકર હલકી કક્ષાનું મટીરીયલ વાપરી રોડ બનાવી રહ્યા છે જેના કારણે રસ્તા તૂટી જાય છે અને જેથી અકસ્માત પણ થતા હોય છે તેમ આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક જણાવી રહ્યા છે.
ADVERTISEMENT