જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી શરૂ થઈ છે. ત્યારે ચૂંટણીનું લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ભાજપ 150થી વધુ બેઠકો પર આગળ જોવા મળી રહી છે. નોંધનીય છે કે અહીં ગુજરાત વિધાનસભાની ચર્ચિત બેઠક પૈકી એક જામનગર ઉત્તરમાં ભાજપની જીત થઈ છે. અહીં રિવાબા જાડેજાએ બાજી મારી લીધી છે. તેમણે આ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં ભાજપની રણનીતિ વિશે જણાવ્યું હતું. તથા આની સાથે પતિ રવીન્દ્ર જાડેજાને પણ ખાસ સંદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
રિવાબાએ જીતની રણનીતિ જણાવી!
નોંધનીય છે કે ચૂંટણી પહેલા જ જામનગર ઉત્તર બેઠક ઘણી ચર્ચામાં રહી હતી. અહીં રિવાબા જાડેજાને ટિકિટ મળતા ઘણી ચર્ચાઓને વેગ મળ્યો હતો. તેવામાં ચૂંટણીના મેદાનમાં ડેબ્યૂ કરી રહેલા રિવાબાનો ભવ્ય વિજય થતા તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જીતનો શ્રેય આપ્યો છે. તેમણે સ્થાનિક કાર્યકર્તાઓ, પ્રમુખો સહિત નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિવાબાએ જાડેજા અંગે કહ્યું…
રવીન્દ્ર જાડેજા અંગે રિવાબાએ કહ્યું કે મારા પતિ હંમેશા મારી સાથે રહ્યા છે. આ જીતનો શ્રેય હું એમને પણ આપું છું. તેઓ સતત મારી પડખે ઉભા રહ્યા છે. મારા પતિની ફિલ્ડ અલગ છે અને બેકગ્રાઉન્ડ અલગ હોવા છતા મને મદદ કરી છે. તેમના કારણે હું અહીં સુધી પહોંચી શકી છું. નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાએ સતત ચૂંટણી પ્રચાર અને રોડ શોમાં ભાજપનો સાથ આપ્યો હતો. પાર્ટીના દિગ્ગજ નેતાઓના પ્રચાર અને રોડ શોમાં પણ જાડેજા જોવા મળ્યા હતા.
With Input: દર્શન ઠક્કર
ADVERTISEMENT