જામનગરઃ ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન થશે, તેવામાં તારીખોની જાહેરાત થયા પછી વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી બહાર પાડી રહ્યા છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પરથી હકુભાની જગ્યાએ રિવાબા જાડેજાને ટિકિટ મળી છે. આ અંગે રિવાબાએ રવીન્દ્ર જાડેજા વિશે પણ મોટુ નિવેદન આપ્યં છે. તથા ચૂંટણી પ્રચારમાં ઉતરશે કે નહીં એના વિશે મહત્ત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા.
ADVERTISEMENT
રવીન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર્તા જ કહેવાય
જામનગર ઉત્તરમાંથી રિવાબાને ઉમેદવાર તરીકે પસંદ કરાતા સ્થાનિક મહિલા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિવાબા ભાજપના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર જાડેજા ભાજપના કાર્યકર્તા જ કહેવાય કારણ કે એ મારા પરિવારના સભ્ય છે.
રવીન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં ઉતરશે- રિવાબા
મીડિયા સાથેની વાતચીતમાં રિવાબા જાડેજાએ વધુમાં કહ્યું કે રવીન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચારમાં ઉતરશે. આનાથી ગુજરાતની અન્ય બેઠકો પર પણ તેમનો ફાયદો અમને થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એવી ચર્ચાઓ થઈ હતી કે રવીન્દ્ર જાડેજા શું ચૂંટણી પ્રચારમાં રિવાબા સાથે જોવા મળશે. તેને જોતા હવે રિવાબાના સંકેતો પરથી લાગી રહ્યું છે કે ઈન્ડિયન ટીમના સ્ટાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ચૂંટણીના મેદાનમાં જોવા મળી શકે છે.
ADVERTISEMENT